મગરવાડા નગરે મહાપ્રભાવિક માણિભદ્ર વીર દાદાનું પૂજન-હવન અનુષ્ઠાન યોજાયું
ભુજ - કચ્છઉદય : મગરવાડા નગરે મહાપ્રભાવિક શ્રી માણિભદ્ર વીર દાદાનું પૂજન-હવન અનુષ્ઠાન યોજાયું હતું. માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજ નયશેખર મહારાજ સાહેબના દીક્ષા જીવનના ૨૦માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે જીવદયા, અનુકંપાદાન, જીનાલયમાં પરમાત્માની અંગ રચનાઓ, સાધર્મિક ભક્તિ, શાળામાં બાળકો સેવ, બુંદી, પુસ્તઓ, નાસ્તો,ચોકલેટો, ચોપડાઓ, સ્કૂલ બેગો, ધાબળા, ખજૂર વિગેરે આદિ અનેક માનવતાના કાર્યો કરવામાં આવ્યા હતા સાથે સાથે હાજરા હજુર માણિભદ્ર વીર મહાપૂજન-હવન પણ યોજાયા હતા.
મુનિશ્રીની દીક્ષા તિથિ નિમિત્તે માનવતાના કાર્યો કરી સાચી ઉજવણી કરવામાં આવી હતી. મુનિ નયશેખર મ.સા ને પૂ.ગુરુદેવ આચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરી ખૂબ સુંદર શાશન, સમાજ,રાષ્ટ્ર અને માનવતાના કાર્યોમાં આગળ વધેલ. હર હમેશ ગુરુદેવશ્રીના ચાર હાથે આશીર્વાદ રહેલ છે. આ દીક્ષા તિથિ પ્રસંગે ગુરુભક્તો દ્વારા ખૂબ સુંદર કાર્યો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂજય નયશેખર મહારાજ સાહેબે અનુષ્ઠાનનું મહિમા સમજાવતા જણાવેલ કે, જૈન શાસનમાં અનુષ્ઠાનને આત્મકલ્યાણનું મુખ્ય સાધન માનવામાં આવ્યું છે. અનુષ્ઠાન એટલે આગમ મુજબ,શ્રદ્ધા અને શુદ્ધ ભાવ સાથે કરવામાં આવતી ધાર્મિક ક્રિયા, માત્ર ક્રિયાથી નહિ પરંતુ ભાવના જોડાણથી અનુષ્ઠાન ફળદાયી બને છે. પૂજા, પ્રતિક્રમણ, જપ, તપ, સ્વાધ્યાય, વ્રત અને નિયમ જેવા અનુષ્ઠાનો દ્વારા આત્મા સંયમ અને શાંતિ તરફ આગળ વધે છે. અનુષ્ઠાનથી કર્મોના આવરણ ધીમે ધીમે ક્ષીણ થાય છે અને પુણ્યનો સંચય થાય છે. જૈન શાસન કહે છે કે અનુષ્ઠાન જીવનને સદ્માર્ગે દોરી આત્માને મોક્ષપથ પર આગળ વધારે છે, તેથી દરેક શ્રાવક- શ્રાવિકાએ જીવનમાં નિયમિત અનુષ્ઠાન કરવું આવશ્યક છે. આ પૂજન - હવન અનુષ્ઠાનનો લાભ ગુરુભક્ત પરિવારે લેધો હતો. આ પ્રસંગે વિધિવિધાન શ્રી શૈલેષભાઈ શાહે કરાવેલ હતા. આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ લાભ લીધેલ દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાવેશભાઈ, નેહાબેન, રિયાબેન, પ્રદીપસિંહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
------------

Comments