Trending News
સ્થાનિક સમાચાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છના ૩ દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી

07 February



ભુજ - કચ્છઉદય : તા.૨૬/૨ થી તા.૨/૩ દરમિયાન ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા દ્વારા શ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત તરફથી કચ્છના ૩ ખેલાડીઓ  વિભાભાઈ કે. રબારી (કપ્તાન) (સામખીયાળી, તા. ભચાઉ), રશીદ સમા (તુગા - ખાવડા) અને જયરામ વણકર (સરલી)ની પસંદગી કરવામાં આવી છે,  જે સમગ્ર કચ્છ જિલ્લા માટે એક ગૌરવ વાત છે. અંતરિયાળ ગામડાઓમાંથી આવતા આ દિવ્યાંગ ખેલાડીઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ મહેનત અને હિમત તથા લગનથી આ સિધ્ધી મેળવી છે. તેમની પસંદગી માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ જિલ્લા માટે પ્રેરણાદાઈ ઉદાહરણ છે.
સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ત્રણે ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરી તેમને અભિનંદન પાઠવાયા હતા અને તેમની પ્રગતિની શુભકામનાઓ પાઠવાઈ હતી.
-----

Comments

COMMENT / REPLY FROM