નખત્રાણામાં તસ્કર ટોળકીના ધામા : ૪થી પ મકાનને નિશાન બનાવ્યા
મણિનગર બાદ સાંઈ - રેસીડેન્સીમાં સરકારી કર્મચારીઓના મકાનમાં હાથફેરો કરાયો
નખત્રાણા - કચ્છઉદય : શાંતિ પ્રિય નખત્રાણા નગરમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કર ટોળકીએ ધામા નાખ્યા છે. શહેરના નવાનગર અને મણિનગરમાં આવેલી ૪થી પ મકાનોને નિશાન બનાવ્યા છે.
નખત્રાણાના નવાનગર - મણિનગર બાદ ગઈ રાત્રે ટોળકીએ નાના નખત્રાણાના સાંઈ રેસીડેન્સી કોલોનીમાં ચારથી પાંચ ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી દિધો છે. જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ એક વન ખાતાના કર્મચારીના ઘરે તાળા તુટ્યા છે. પરિવાર બહાર ગામ ગયો છે, તેની પાછળ તસ્કરોએ અંજામ આપ્યો છે. બીજી ખુદ પોલીસના કર્મચારીના ઘરે તાળા તુટ્યાના અહેવાલો મળ્યા છે. આ બાબતે પોલીસ સુત્રોનો
સંપર્ક સાધતા તેઓ ચોરી થયાના અહેવાલને સમર્થન આપ્યું છે અને પોલીસ તંત્ર આ લખાય છે, ત્યારે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. અને તપાસના ચક્રોગતિમાન કર્યા છે. કેટલી રકમ કે, માલમતાની ચોરી થઈ છે. વિધિવત ફરિયાદ નોંધાયા બાદ જાણવા મળશે. જયદીપ સરવૈયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતા. તપાસ ચાલુ છે. આ સોસાયટીમાં અગાઉ ૪થી પ વર્ષ પહેલા પણ દર દાગીનાની ચોરી થઈ હતી.
...........

Comments