કચ્છને વધુ ૨૪ માધ્યમિક શિક્ષકો મળશે
ભુજ - કચ્છઉદય : રાજ્યના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની ભરતી ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ખાતે કરવામાં આવી હતી.
આ અગાઉ પ્રથમ રાઉન્ડમાં કચ્છને ૩૧૦ માધ્યમિક શિક્ષણ સહાયકો મળ્યા છે. જ્યારે શુક્રવારે નિમણુંક પત્ર મેળવનારા ૨૪ શિક્ષકોએ પણ સુચારૂ વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ નવી નિમણૂંક મેળવેલ શિક્ષણ સહાયકોને કચ્છના બાળકોને ધગશપૂર્વક શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો. ભરતી નોડલ વર્ગ ૨ અધિકારી બિપીનભાઈ વકીલ, શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી, હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણાની રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમોએ કામગીરી સુપેરે પાર પાડી હતી.
------------

Comments