Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ઓમ ફાઉન્ડેશન દ્વારા માનસિક આરોગ્ય માટે ઓપીડી શરૂ

06 February


ભુજ - કચ્છઉદય : ઓમ ફાઉન્ડેશન સ્ટેટ મેન્ટલ હેલ્થ સેલ - ગાંધીનગર સાથે સંયુક્ત સાહસમાં યોગ સાયકોથેરાપી માનસિક આરોગ્ય ઓપીડી સેવાનું આયોજન મન ઉર્જા ક્લિનીક - ભુજ ખાતે કરાયું છે, જેમાં ચિંતા, વિકાર, હતાશા, વ્યસન, પીટીએસટી જેવા સામાન્ય માનસિક રોગોથી પીડીત અને આર્થિક રીતે વંચિત ૧૩ દર્દીઓ માટે વિનામૂલ્યે દવાઓ સાથે યોગ સાયકોથેરાપીના ત્રણ પગલાંની તાલીમ ડૉ. દેવજ્યોતિ શર્માએ આપી હતી.
નોંધનીય છે કે, રાજ્ય મેન્ટલ હેલ્થ સેલના ગુજરાત સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજય ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન આર્થિક રીતે નબળા દર્દીઓને સારવાર આપી તેમને રોજિંદા કામોથી જોડવા માટે દર ૧પ દિવસે થઈ રહ્યું છે, જેમાં દર્દીઓની માનસિકતા કે હું બીમાર છું અથવા તો વધારે દવાઓની આડઅસરોના કારણે કામ કરી શકતો નથી જેવા મનોસામાજિક પરિબળો સમજીને તેમને યોગ સાયકોથેરાપી દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને દર્દીઓને તેમના રોજિંદા કામોથી જોડવાના પ્રયાસો કરવામાં આવે છે. દર્દીઓ માટે દવાઓના દાતા સ્વ. રમીલાબેન કે. મહેશ્વરીની સ્મૃતિમાં તેમના પુત્રવધૂ રેખાબેન રમેશ મહેશ્વરી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન હેમંતભાઈ ઠક્કર, ડૉ. સુરેશભાઈ પટેલ, જયંતિભાઈ વાઘેલા, ધવલ રાવલ, શૈલેન્દ્ર રાવલ, દિપક મકવાણા, રમેશ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
----------

Comments

COMMENT / REPLY FROM