Trending News
સ્થાનિક સમાચાર

આજથી પરીક્ષા સંદર્ભે કંટ્રોલ રૂમનો શુભારંભ

06 February




ધોરણ ૧૦માં ૨૭૩૦૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૫૦૪ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૧૫૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : ૭૬૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

ભુજ - કચ્છઉદય : ધોરણ ૧૦માં ૨૭૩૦૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૫૦૪ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૧૫૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે પરીક્ષા સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો હતો. સાથે વડાપ્રધાનના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જિલ્લાના  ૭૬૦૦૦ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. 
આ અંગે મળતી વિગતો મુજબ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ભયમુક્ત અને મક્કમ મને પરીક્ષા આપે તે હેતુથી રાપર અને મુન્દ્રા બાદ માંડવી તાલુકાની ૩૪ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જેટલી ટીમો બનાવી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે ૮ જેટલી શાળાઓમાં રૂબરૂ મુલાકાત દરમ્યાન બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ખૂબ સારૂ પરિણામ મેળવે તે હેતુથી સીધો સંવાદ સાધ્યો હતો. આચાર્યો અને શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને સઘન તૈયારી કરાવવા સૂચન કર્યું હતું. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય કાર્યકમ પરીક્ષા પે ચર્ચા સમગ્ર કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રસપૂર્વક નિહાળ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM