તુરી બારોટ સમાજના કલાકારોની “લોક સંગીત” તાલીમ શિબિર
ભુજ - કચ્છઉદય : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા આયોજિત તુરી બારોટ સમાજના કલાકારોના વિકાસ માટેજિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા તાલીમ શિબિર યોજવામાં આવનાર છે.જેમાં કચ્છ જિલ્લાને “લોક સંગીત” ની તાલીમ શિબિર ફાળવવામાં આવેલ છે. જેમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા રસ ધરાવનાર તુરી બારોટ સમાજના કલાકારોએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળીભવન રૂમ નં.૪૧૧, બીજો માળ, ભુજ ખાતેતા.૧૬/૨ સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
-----

Comments