- તો અને તો જ પૂર્વ કચ્છમાં એમએચઓ ની આડમાં ડિઝલ ની અ.ધ.ધ કરોડોની દાણચોરી પર લાગશે બ્રેક..!
એમએચઓના એન્ડ યુજર્સ સર્ટી મેળવાની સરકાર કરે જોગવાઈ
અગાઉ વ્હાઈટ સ્પીરીટ, હાઈ એરોમેટીક ઓઈલ અને હવે માઈક્રો હાઈડ્રા કાર્બન(એમએચઓ)ના નામે પ્યોર ડિજલની ગેરકાયદેસર રીતે થાય છે મોટી હેરાફેરી
આયાત થયેલ માલ, જે ઉદ્યોગ અને ઈન્ડીસ્ટ્રીઝમાં જવાનુ દર્શાવાયુ છે તેના એન્ડ યુઝરના વપરાશના સર્ટીફીકેટ લેવાનુ ચાલુ કરશે તો આપોઆપ જ એમએચઓની આડમાં ડિઝલની દાણચોરી પર અંકુશ આવશે.!
અગાઉ જે રીતે કેરોસીનના મામલે સરકારે સખ્તાઈ દાખવી હતી, કાળા બજારી ડામવાની દીશામાં પીબીએમ એકટ અમલી કરાયો હતો, તેજ રીતે એમએચઓનો પણ સોલવન્સી હેઠળ કરવો જોઈએ સમાવેશ : વિદેશથી આવનાર માલની તમામ વિગતો મામલતદાર પાસે આગોતરી હોવી જોઈએ રજીસ્ટર્ડ, આયાતકારે કોને કોને આયાત કરેલો ઓઈલ વેંચ્યો તેમની પણ વિગતો સાધનીક પુરાવા સાથે મામલતદારશ્રી પાસે જમા કરાવવાનું ફરજીયાત થવું જોઈએ..!
આવા ગેરકાયદે ડિજલન માલ રાખનારો બીલ નથી રાખતો અને બીલ આપનારો માલ નથી લેતો? આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે ઈન્ડસ્ટ્રીજ ઓઈલના નામે ઈંધણ તરીકે આ ઓઈલનો સરકારને કરોડો-અરબોનો ધુમ્બો પાડીને થાય છે ગેરકાયદેસર વપરાશ!
જીએસટી સહિતની રકમની સરકારને પડે છે મોટી આર્થિક ક્ષતિ
મીક્ષ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ એટલે કે ઉદ્યોગો માટે વિદેશથી ઓઈલ આવતું હોવાનું દેખાડી અને તેની આડમાં પ્યોર ડિજલ ઈંધણ તરીકે વાહનોમાં ઉપયોગમાં લેવાની ચાલે છે મોટી પ્રેકટીશ : મોટા મોટા ગજાના તત્વોની બની ચુકી છે આખીય સિન્ડીકેટ : કોઈ એકલ-દોકલ અધિકારીની ઈચ્છાશકિત માત્રથી આ નેટવર્કને તોડી શકાશે નહી..! સરકારે જ વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે
ગાંધીધામ : માઈક્રો હાઈડ્રા કાર્બન દર્શાવી અને તેની આડમાં પ્યોર ડિજલની દાણચોરી કચ્છના બંદરો પર કરવામાં આવી રહી હોવાની ચકચાર સતત સામે આવવા પામી રહ છે. આ ચર્ચાને સમર્થન આપતી ઘટનાઓ થોડા સમય પહેલા આ જ રીતેના આવેલા વેશલ્સ કંડલા-પીપાવાવ તથા મુંદરા બંદર પર કન્ટેઈનર પણ અટકાવવામાં આવ્યા હતા. ચારેક મહીના જેવા આ જહાજો તથા કન્ટેઈનર અટકાવાયા હતા જે અનેકવિધ અધમપછાડા બાદ સેટીગથી છુટી પણ જવા પામ્યા છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, એમએચઓની આડમાં ચાલતી ડિઝલની દાણચોરી જો અટકાવી હોય અને ડામવી જ હોય તો હકીકતમાં જે એમએચઓની આયાત કરવામા આવી રહી છે, તેનો એન્ડયુજર્સ વપરાશકર્તા કોણ છે? મિક્ષ્ડ ઓઈલ-ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ તરીકે દેખાડીને આવી રહેલા આ પ્યોર ડીજલના દાણચોરીકાંડને અટકાવવો હોય તો તંત્ર-સરકારે ખુદ જાગૃત બનવુ પડશે અને એન્ડ યુજર્સ પ્રમાણપત્રો લેવાનુ ફરજીયાત કરવું પડશે તેમ જણાવાઈ રહ્યું છે.
જાણકારો કહી રહ્યા છે કે અગાઉ જે રીતે કેરોસીનના કાળા બજારને ડામવાની દીશામાં પીબીએમ એકટ સહિતની અમલવારી કરવામાં આવતી હતી તે જ રીતે એમએચઓને પણ સોલવન્ટી એકટ તળે લાવવાની તાતી જરૂરીયાત છે. અને તે સરકારે તબક્કે જ કરવુ પડશે કેાઈ એકલ દોકલ અધિકારીથી તે થઈ શકે તેમ હવે નથી. કારણ કે એમએચઓની આડમાં ડીઝલની દાણચોરી કરનારાઓ ખુબ ફાટીને ધુમાડે જવા પામી ચુકયા છે. એમએચઓને સોલવન્સી એકટ તળે લાવવામાં આવે એટલે આયાતકાર એમએચઓનો માલ જે વિદેશથી મંગાવે તેની આગાતેરી જાણ મામલતદાર કચેરીને કરવાની રહે, માલ ઉતરી ગયા બાદ તે કોને કોને વેંચ્યો તેની વિગતો પણ મામલતદાર કક્ષાએ સાધનીક પુરાવાઓ સાથે વિગતો રજુ કરવાની રહે. એટલે જે ઈન્ડીસ્ટ્રીયઝ માટે ઓઈલ અવ્યુ હોય તે ત્યાંજ પહોચ્યુ હોવાનુ પણ સાબિત થઈ શકે અને આ પ્રકારે એમએચઓનીઆડમાં આવતા ડીઝલની દાણચોરીને સરળતાથી ડામી શકાય એમ છે. અત્યારના સમયે ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ દેખાડી અને તે જે તે ઈન્ડસટ્રીઝમાં જવાના બદલે ઈંધણ તરીકે વાહનોમાં ટ્રાન્સપોર્ટસ પાસે પહોચી રહ્યુ હોવાની સ્થીતી સર્જાયેલી છે. જેનાથી સરકારને રેવેન્યુની મોટી રકમની નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. કયારેક વ્હાઈટ સ્પીરીટ તો કયારેક હાઈ એરોમેટીક એચએ દેખાડીને ડીઝલ દાણચોરો સક્રીય બનેલા હતા હવે માઈક્રો કાર્બન હાઈડ્રોના નામે અમુક તત્વો ડીઝલની ધુમ ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા છે તેને ડામવાની દીશામાં સરકારે આ કદમ ઉઠાવવુ જોઈએ.
............

Comments