Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ કંપનીના નામે લાખોની છેતરપિંડી 

06 February


ચાર લેપટોપ અને બે પ્રિન્ટર ખરીદી કંપની સાથે ૨.૬૫ લાખનો વિશ્વાસઘાત કર્યો


ગાંધીધામ - કચ્છઉદય : અહીં ટ્રાન્સપોર્ટ કંપનીના નામે લેપટોપ, પ્રિન્ટર સહિત ખરીદીને કંપની સાથે લાખોનો વિશ્વાસઘાત કરવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 
આ મામલે ભુવનેશ્વરસિંહ રાજપુતે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગાંધીધામમાં અગ્રવાલ રોડલાઇન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 
આરોપી શાહ મોહમદ અતહર મુસ્તફાએ કંપનીની જાણ બહાર અલગ - અલગ ત્રણ દુકાનોમાંથી ચાર મોંઘા લેપટોપ અને બે પ્રિન્ટરની ખરીદી કરી હતી. આરોપીએ લેપટોપની ખરીદી પેટે કેટલીક રકમ ચૂકવી હતી પરંતુ ૬૪,૦૦૦ રૂપિયા જેટલી રકમ બાકી રાખી હતી. કુલ ૨,૬૫,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કંપનીના નામે ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. જ્યારે દુકાનદારો પેમેન્ટ લેવા માટે આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ 
ધરી છે. 





 

Comments

COMMENT / REPLY FROM