ચોટીલા ના પ્રાંત અધિકારીવાળી લાલઆંખ કચ્છમાં કયારે? ૮૮ ખનીજચોરોની સામે તડીપાર ની દરખાસ્ત કરાઈ
કચ્છમાં વાગડ-અબડાસા- માંડવી-અંજાર કે મુંદરા સહિતના વિસ્તારોમાં વારંવાર-છાશવારે પકડાઈ રહી છે ખનીજચોરી, હાલમાં જ પોલીસે છેવાડાના સરહદી વિસ્તાર લખપતના બરંદા-પુનડી માંડવીમાથી કરોડોની ખનીજચોરી પકડી છે, જયા સુધી ખનીજચોરીમાં પકડાઈ રહેલા તત્વોને તડીપાર નહી કરાય ત્યાં સુધી ખનીજચોરી અટકાવી શકાશે નહી : મહાકાય મોટા મોટા મશીનો, બારાતુ માથાભારે લોકોના ૪ હાથે સાથે ખનીજચોરી કરનારાઓ બની ચુકયા છે માફીયા
ચોટીલાના પ્રાંત અધિકારી ખનીજચોરો સામે તડીપારનું શસ્ત્ર ઉગામી શકે છે તો કચ્છમાં કેમ નહીં? : કચ્છમાં તો કેટલાક કિસ્સાઓમાં તો એકના એક ખનીજચોરો ફરી ફરીને સત્તાવાર રેકર્ડ પર ચડી ચુકયા છે તો વળી કેટલાક મશીનવાળાઓ પણ ફરી ફરીને પોલીસે પકડી લીધા છે, આવા તત્વોને તો તડીપાર કરવાની હિંમત તંત્ર કરે.?
ગાંધીધામ : ચોટીલા-સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની આડેધડ ગેરકાયદેસર ચોરી કરનારાઓ તથા ખનીજચોરીને અંજામ આપનારાઓને ધોળા દીવસે તારા અહીના પ્રાંત અધિકારી શ્રી મકવાણા દેખાડી રહ્યા છે. સરકારની તિજોરીને નુકસાન પહોચાડનારા ભલભલા ચમરબંધીઓની સામે તેઓએ રીતસરની લાલઆંખ કરી દીધી છે અને મોટો ફફડાટજ અહી ફેલાઈ જવા પામ્યો છે.
દરમ્યાન જ તાજેતરમાં જ ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી મકવાણાએ ખનીજચોરીને ડામવાની દીશામાં એક નવી પહેલ કરી દેખાડી છે. તેઓએ આ વિસ્તારના ૮૮ જેટલા ખનીજચોરોની સામે તડીપાર કરવાનું હથિયાર વહીવટી રીતે ઉગામી દીધુ હોવાના અહેવાલો સામે આવ્યા છે. શ્રી મકવાણાએ ચોટીલા વીસ્તારમાં આવેલા ૮૮ જેટલા ખનીજચોરોને તડીપાર કરવાની દરખાસ્ત તૈયાર કરી અને પ્રસ્તાવીત કરી દીધી છે જેના લીધે હવે ખનીજચોરોમાં ભારે ફફડાટની જ સ્થિતી પેદા થવા પામી ગઈ છે. પ્રાંત અધિકારીએ આ મુજબની કડક કાર્યવાહી કરી હોય તે કદાચ ગુજરાતનો પ્રથમ કિસ્સોજ બની રહેશે.
ચોટીલા-સુરેન્દ્રનગરમાં જે રીતે આ કાર્યવાહી થવા પામી છે તેને જોતા જાણકારો કહી રહ્યા છે કે ચોટીલા પ્રાંત અધિકારીવાળી લાલઆંખ કરવામાં કયારે? કચ્છમાં પણ ખનીજ સંપદા ભરપુર રહેલી છે અને તેમાથી સરકારને જેટલા પ્રમાણમાં આવક થવી જોઈએ અથવા તો થતી હશે તેનાથી તો અનેકઘણી રોયલ્ટી ચોરી આચરવામાં આવી રહી છે. વાગડ, હોય કે લખપત-અબડાસા કે પછી માંડવી-ભુજ, અંજાર બધે જ ખનીજચોરીને લઈને રોજ બરોજ મોટા મોટા ખુલાસાઓ અહી પણ થવા પામી જ જતા હોય છે. કચ્છમાં ખનીજચોરી કેટલા પ્રમાણમાં હશે તેનો દાખલો એ વાત પરથી જ આવી જાય કે
પૂર્વ અને પશ્ચિમ ખાણખનિજ વિભાગ તો અહી સક્રીય છે તે ઉપરાંત ખાણખનિજ વિભાગની ફલાઈંગસ્કવોર્ડની કચેરી ફુલફલેજમા ધમધમી રહી છે, એટલુ પણ અધુરૂ થતુ હોય તેમ હવે જિલ્લા સમાહર્તાશ્રીએ ખનીજ ચોરી ડામવાને માટે જિલ્લાની ટાસ્કફોર્સ બનાવી દીધી છે. પોલીસતંત્ર તો ખનીજચોરી પર જે કાર્યવાહી કરી છે તે અલાયદી જ. વિચાર કરો કે અહી ખનીજચોરો કેટલા છાકટા બની ગયા હશે..? જે રીતે ચોટીલા પ્રાંતે તડીપારની કાર્યવાહી શરૂ કરી દીધી છે તેવી જ રીતે કચ્છમાં પણ જિલ્લાવ્યાપી આવા ખનીજમાફીયાઓને શોધી શોધી અને તેમની સામે થયેલા ગુનાઓ, ફરીયાદોને જોતા તેમની પણ તડીપાર કરવાની દરખાસ્ત તૈયાર કરીને મોકલવી જોઈએ. ખનીજમાફીયાઓને માત્ર નામ પુરતા દંડ કરવાની પેનલ્ટી ફટકારી તેમના મશીનો અને સાધનો છોડી મુકવાની અથવા તો તેમને દંડ ભરવા માટે પણ જે હપ્તાઓ કરી આપવાની વ્યવસ્થાઓ છે તે ખરેખર આવા ખનીજ ચોરોને માફીયા બનાવવા બળ પુરૂ પાડી રહ્યા છે. હકીકતમાં તો વનવિભાગ જે રીતે આવા વાહનો-મશીનો પાંચ-પાંચ વર્ષ માટે સિજ કરી નાખે છે તે જ રીતે ખનીજચોરીમાં પકડાતા વાહનોને પણ સીઝ કરી દેવાની વ્યસ્થાઓ અમલી બનાવી જોઈએ. અને ફરી ફરીને જે મશીનવાળા હોય કે ખનીજચોરો હોય, ફરીયાદમાં જપ્ટે ચડતા હોય તેમની સામે તડીપાર કરવાની પ્રક્રીયાઓ શરૂ કરી દેવી ઘટે. કારણ કે જયા સુધી આવી રીતે બિનધાસ્ત ચોરી કરનારાઓ જે-તે વિસ્તામાં જ પડયા પાથર્યા રહેશે તો તેઓ ખનીજચોરી જેવી બેનામી
પ્રવૃતીઓને અટકાવી શકાશે નહી.
......

Comments