રાપરના બેલાના સરપંચને પદભ્રષ્ટ કરવાની તપાસમાં ચલકચલાણાની રાવ
બાળલગ્ન કરનારને કયારે કરાશે નશ્યત?
બાળ લગ્ન કરેલા હોવાની જાગૃત અરજદારે વિવિધ તબક્કે આપી છે લેખિત ફરીયાદ : કાર્યવાહીના નામે છે સદંતર મીંડુ : તાલુકા-જિલ્લા સ્તરે ધા નાખ્યો છે, તપાસ કરીશુંના આશ્વાસન અપાયા છે, કાર્યવાહી કોઈ જ નથી ? તેના પાછળ કયુ પીઠબળ કામ કરે છે?ઃ શકિતસિંહ વાઘેલા (અરજદાર)
ફરીયાદ અમને મળી હતી, અમારી કક્ષાએ તપાસ કરી ઉપરી અધિકારીને સોપાયુ હતુ, ત્યાથી કેટલીક અધુરાશો જણાવાઈ છે, જે પૂર્તતા કરવામા આવશે અને ફરીથી ઉપલા સ્તરે અહેવાલ રજુ કરીશુ, જે બાદ તે કક્ષાએથી જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે :
શ્રી ખોડુભા (તાલુકા વિકાસ અધિકારી, રાપર)
આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે : શ્રી લાલજી ગણેશા ભીલ
ગાંધીધામ : એકતરફ સરકાર દ્વારા બાળ લગ્ન અધિનિયમની કડક અમલવારી કરાયા છે, બાળલગ્નો અટકાવવા માટે જાગૃતી ફેલાવતા પ્રયાસો પણ થવા પામી રહ્યા છે અને બીજીતરફ ગામ સુકાની ખુદ બાળલગ્ન કર્યા હોવાના આધાર-પુરાવાઓ આપ્યા હોવા ઉપરાંત પણ તેમની સામે કાર્યવાહી થવા જ ન પામતા અરજદારે જિલ્લા કક્ષાએ અને ઉચ્ચસ્તરે રજુઆત કરી અને ગુહાર લગાવી છે. આ બાબતે અરજદાર શકિતસિંહએ જિલ્લા વહીવટીતંત્રને કરેલી લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે, બેલા ગ્રામ પંચાયતના સરપંચ લાલજી ગણેશા ભીલએ બાળ લગ્ન કરેલ હોઈ હોદા ૫૨થી પદ ભ્રષ્ટ ક૨વા જોઈએ. આ સંદર્ભે તેઓએ તાલુકા વિકાસ અધિકારીશ્રી, રા૫૨,મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ, કલેકટરશ્રી તથા મુખ્ય સચિવ સાહેબ પંચાયત અને ગ્રામ વિકાસ ગાંધીનગર કચેરી એ સમય સમયે આધાર પુરાવાઓ સાથે ૨જુઆત ક૨વામાં આવેલ છે. પરંતુ આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની હૈયાવરાળ ઠાલવી છે. અજદારે કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, બેલા ગામના લાલજીભાઈ ગણેશભાઈ ભીલએ રાપર તાલુકાના હમીરપર નાની વાળા સગીરા સાથે લગ્ન એક વર્ષ અગાઉ કરેલ છે.
તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આ બાબતે આપેલ નિવેદનમાં પણ સ્વીકારવામાં આવેલ છે. આ ઉપરાંત પોતાની પત્ની થી જન્મેલ બાળક ના નામ
પાછળ પિતાનું નામ બદલાવાનો પ્રયાસ કરેલ છે.આ પ્રકારે સરપંચ તરીકે ટકી રહેવા માટે પોતાનો હોદાનો દુર ઉપયોગ કરી ને છેડછાડ કરી રહેલ છે.તથા છેડછાડ કરીને રજુ કરી શકે તેવી શકયતા છે.તેમની
પત્ની નો શાળા છોડવાનું પ્રમાણપત્ર તથા આધાર કાર્ડની કોપીઓ પણ અરજદારે તંત્રને આપેલી છે. તે બન્ને પુરાવાઓને જોતા વિષય સ્પષ્ટ છે કે આજની તારીખે પણ સરપંચના પત્ની
પુખ્તવયના થયેલ નથી.આટલી હકીકત હોવા છતાં કાયદાની અમલવારી ન કરાવી ને ગુનો કરનાર ગામની પ્રતિષ્ઠીત વ્યકિત સરપંચ જેવા ગામના મુખ્ય પદ પર ચુંટાઈને આવે અને તેના પર કોઈકાર્યવાહી ન થાય તોરાપર તાલુકાની અંદર બાળ લગ્ન ને પ્રોત્સાહન મળવાની પુરી શકયતાઓ રહેલી છે.એક તરફ સરકાર બાળ લગ્ન અટકાવવા પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ આવી ધટનાઓમાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે સ૨કા૨ના પ્રયત્નો નિરર્થક સાબિત થવાના છે. કોઈ પણ શાશન પ્રશાશન કે પદાધિકારી જયારે સમાજની બાળ વિવાહ જેવી બંદી ને ડાયરેકટ -ઈનડાયરેકટ પ્રોત્સાહન આપે તે ભારતના કાયદા મુજબ તે પણ એટલા ગુનેગાર ગણાય છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૦ અને ૩૨ મુજબ ગુજરાતના બનાસકાંઠા મહીસાગર અને પાટણ જિલ્લામાં પોતાના પરિવારમાં બાળ લગ્ન કરાવનાર સરપંચને પદ ભ્રષ્ટ કરવા જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ત્યારે કચ્છમાં કેમ નહી?આ વિષયે કોઈ પણ પ્રકા૨નો સમય વ્યતિ કર્યા વિના કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા સિવાય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૦ અને ૩૨ મુજબ આ સરપંચને જેમ બને તેમ પદભ્રષ્ટ કરીને સમાજમાં દાખલો બેશે તેવી કાર્યવાહી કરવા જિલ્લાકક્ષાએ અરજદાર શકિતસિંહ એમ વાઘેલા દ્વારા રજુઆત કરવામાં આવી છે.
બીજીતરફ આ બાબતે જેમની સામે આક્ષેપો કરવામા અવ્યા છે તેવા બેલા ગામના સરપંચ શ્રી લાલજીભાઈ ગણેશા ભીલ દ્વારા તમામ આક્ષેપો પાયાવીહોણા હોવાનું ગણાવ્યુ હતુ. તો વળી આ બાબતે રાપર તાલુકા વિકાસ અધિકારી શ્રી ખોડુભાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ સંદર્ભેની ફરીયાદ અરજી અમને મળેલી હતી, જે તે વખતે તપાસ કરાઈ હતી, ફરીયાદીએ શાળા છોડયા પ્રમાણપત્રો
જેવા આધારો રજુ કરેલા હતા, જન્મનો દાખલો રજુ કરેલ નથી, ઉપરાંત તે વખતે તપાસ કરી અહેવાલ ઉચ્ચ સ્તરે મોકલી અપાયો હતો અને ત્યાથી અધુરાશો હોવાનુ જણાવાતા હવે ફરીથી તે અધુરાશો પૂર્તતા કરી અને અહેવાલ ઉચ્ચ સ્તરે આપીશુ તે બાદ તે કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે તેમ રાપર તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

Comments