પૂર્વ કચ્છમાં પણ તોલમાપની ટીમનો સપાટો : સોના-ચાંદીના વેપારીઓ પર આંચિતી તપાસ : પાંચમાં થયા કેસ..!
વજનમાં ગાલમેલ કરનારાઓ ચેતી જજો
સોના-ચાંદીના વેપારીઓ પર રાજયવ્યાપી દરોડાની કામગીરીના સરહદી કચ્છમાં પણ પડયા પડઘા : ગાંધીધામ-આદિપુરમાં ૧૦-૧ર એકમો માં આદરાઈ છાનબીન : પાંચમાં પ્રોસીકયુશન કેસ કરી વસુલાયો દંડ : ટેસ્ટીંગના વજનના પ્રમાણપત્રો ન લેનારાઓ પર વરસી ગાજ
ગાંધીધામ : દેશ-દુનીયામાં પાછલા અમુક સમયથી સોના-ચાંદીમાં હાહાકાર સર્જતી આગઝરતી તેજી જોવા મળી આવી રહી છે ત્યારે સોના-ચાંદીના ભાવ અને વેપારીઓ પણ ચર્ચામાં આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ રાજય સરકાર દ્વારા ગુજરાત વ્યાપી એક ઝુંબેશ તોલમાલ કચેરી મારફતે થોડા સમય પહેલા હાથ ધરવામા આવી હતી અને રાજયભરના અંદાજીત ૩૭૦ એકમોમાં તપાસ હાથ ધરવામા આવી હતી જેમાથી ર૭૩ જેટલા સોના-ચાંદીના વેપારીઓ સામે પ્રોસીકયુકેશન કેસ દાખલ કરવામા આવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં પણ તોલમાપ વિભાગ કચેરીના જિલ્લાકક્ષાના અધિકારીના માર્ગદૃશન હેઠળ આ ઝુબેશ તળે વિવિધ સોના ચાંદીના દુકાનદારો વેપારીઓની તપાસ હાથ ધરવામા આવી હતી અને તે અંતર્ગત જ પૂર્વ કચ્છમાં પણ તોલમાપ કચેરીના અધિકારીગણ દ્વારા ૧૦થી ૧ર જેટલા દુકાનદારોની ચકાસણીઓ કરવામા આવી હતી. ખાસ કરીને વજનકાંટા-ટેસ્ટીંગના મામલે આ તપાસ હાથ ધરવામા આવી હતી અને ગાંધીધામમાં પણ આ બાબતે કાર્યવાહી થવા પામી છે. આ અંગે તોલમાલ કચેરીના સત્તાવાર સાધનોએ આપેલી યાદી અનુસાર રાજય વ્યાપી સોના ચાંદીના એકમોની તપાસ ઝુંબેશ રાખેલ હતી જેમા કચ્છમાં પણ પાંચ પ્રો-કેસ કરવામા આવ્યા છે. તથા રૂપીયા ૩૩૦૦૦ની ગુના માંડવાળી વસુલ કરવામા આવી છે. સોની લોકોને વેઈંગ સ્કેલ અંગે ટેસ્ટીંગ વજનને રાખવાના થતા હોય છે. તે રાખેલ ન હતા તથા જેમણે રાખેલ હતા તેઓએ પ્રમાણિત કરાવેલા ન હોવાથી આ કાર્યવાહી કરવામા આવી છે.

Comments