આધોઈ સોપારી કાંડ : કંડલા સેજના યુનિટના ઝ્રઝ્ર્ફ ફૂટેજ તપાસવામાં પોલીસને શેનો ડર ?
માત્ર ગેટના એન્ટ્રી-એક્ઝિટ નહીં, યુનિટના અંદરના ફૂટેજ તપાસો તો બહાર આવશે ‘ભ્રષ્ટ’ ચહેરાઓ
આધોઈ સોપારી કાંડમાં જે રીતે સોપારી ભરેલું વાહન કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના એક ચોક્કસ યુનિટમાંથી બહાર નીકળ્યું હોવાનું સામે આવ્યું છે, તેણે અનેક સવાલો ઊભા કર્યા છે. આ કૌભાંડમાં જો પોલીસ અને તપાસ એજન્સીઓ ખરેખર ન્યાયી તપાસ કરવા માંગતી હોય, તો તેમણે માત્ર સેજના મેઈન ગેટના સીસીટીવી પર નિર્ભર રહેવાને બદલે જે-તે યુનિટના ફૂટેજ જપ્ત કરવા જોઈએ. આ તપાસમાં ઝ્રઝ્ર્ફ ફૂટેજ કેમ છે સૌથી મહત્વનો પુરાવો? ?તપાસ એજન્સીઓએ યુનિટના અંદરના સીસીટીવી ફૂટેજ કયા કારણોસર ચકાસવા જોઈએ તેની જો વિતગવાર વાત કરીએ તો સૌ પ્રથમ તો ઝડપાયેલ વાહન-ટ્રેઈલરની વાહનોની અવરજવર પકડાઈ શકે તેમ છે.
શંકાસ્પદ વાહન યુનિટમાં કેટલી વખત ગયું અને કેટલો સમય રોકાયું તેની સચોટ માહિતી મળી શકે.આ ઉપરાંત આ
કૃત્યમાં કોની કોની મીલીભગત છે તેનો પણ પર્દાફાશ થવા પામી શકે તેમ છે. યુનિટમાં કયા કયા વ્યક્તિઓ અને અધિકારીઓની નિયમિત અવરજવર રહી છે? સોપારી કાંડના તાર કયા કયા ‘સફેદ કોલર’ અધિકારીઓ સાથે જોડાયેલા છે, તે ચહેરાઓ બેનકાબ થઈ શકે છે. આ ઉપરાંત ગેરકાયદે લોડિંગ એટલે કે વિદેશી સોપારી સ્થાનિક ડીટીએ થવા પામી ગઈ છે તેને લઈને આ સોપારીનું લોડિંગ જે-તે યુનિટમાં જ થયું છે કે કેમ, તેના નક્કર પુરાવા સીસીટીવી ફૂટેજમાંથી મળી શકે છે. જાણકારોનું માનવું છે કે જો યુનિટના અંદરના સીસીટીવીની જીણવટભરી તપાસ થાય, તો માત્ર સોપારી માફિયાઓ જ નહીં, પરંતુ તેમને છાવરનારા સરકારી વિભાગના કેટલાક ભ્રષ્ટ તત્વો પણ કાયદાના સકંજામાં આવી શકે છે. તપાસ એજન્સીઓએ માત્ર ગેટ પરની વિગતો મેળવીને સંતોષ ન માનવો જોઈએ. યુનિટમાં અવરજવર કરતા શંકાસ્પદ શખ્સોને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ કે તેઓ કયા હેતુથી ત્યાં હાજર હતા.
......
મુખ્ય સવાલો જેની તપાસ થવી જરૂરી છે
* શું પોલીસ યુનિટના સીસીટીવી ડીવીઆર (ડ્ઢફઇ) જપ્ત કરવાની હિંમત બતાવશે? •શું તે યુનિટમાં વારંવાર આવતા સરકારી અધિકારીઓની મુલાકાત પાછળનું કારણ તપાસવામાં આવશે? •આધોઈ સોપારી કાંડના વાહન સાથે સંકળાયેલા અન્ય કેટલા વાહનો ભૂતકાળમાં આ યુનિટનો ઉપયોગ કરી ચૂક્યા છે?
.............
સેન્ટ્રલ-સ્ટેટ આઈબીના અમુક તત્વો બેનામી ધંધાઓ
છોડી-ઝોનના સોપારીકાંડની તપાસમાં જોતરાય
સોપારીની જમે જ હથિયારો,ડ્રાગ્સ, દારૂગોળો નીકળી ગયો હશે અથવા તો નીકળી જશે, પોલીસ પર માછલા ધોવાશે તે બાદ આઈબીવાળાઓ આળખ ખંખેરશે?
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જની ટુકડીએ ભચાઉના આધોઈ પાસેથી દોઢ કરોડની દાણચોરી યુકત સોપારી ઝડપી પાડી છે, હવે તે તપાસ ઝોન તરફ ફંટાઈ રહી છે અને આ માત્ર દોઢ કરોડની સોપારી જ નહી અન્ય અનેકવીધ કોમોડીટીના ભોપાળાની ગંધ આપી રહી છે. કરોડોના દાણચોરી કાંડ આચરાયાની આશંકાઓ સર્જાઈ રહી છે, આવા સમયે આઈબી વિભાગની પણ જવાબાદરીઓ વધી રહી છે. સેન્ટ્રલ હોય કે સ્ટેટ આઈબી વાળા અમુક તત્વો બેનામી ધંધામાં રટ્ટ બની ગયા હોવાની ચર્ચા છે ત્યારે દેશહિતના આવા વિષયો બાબતે ગંભીરતા દાખવી, થોડા સમય માટે બેનામી ધંધાની રોકડી છોડી, સોપારી કાંડમાં તપાસનીશ પોલીસને મદદરૂપ થાય તેવી માહીતીઓ ઝોનના સબંધિત યુનિટમાથી આપવા આગળ આવવુ જોઈએ.
.................
સીસીટીવીની ફોરેન્સીક તપાસ કરાવો
ગાંધીધામ : કંડલા સેજના આ સોપારી કાંડના મૂળ ખૂબ ઊંડા હોવાનું જણાય છે. જો સીસીટીવી ફૂટેજની ફોરેન્સિક તપાસ કરવામાં આવે, તો આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અને તેને મદદ કરનારા ‘સરકારી મહેમાન’ બંને જેલના સળિયા
પાછળ હોય.

Comments