Trending News
સ્થાનિક સમાચાર

મિરજાપરની ઘટના શબકરૂપ : ડીડીઓ-આચાર્યા વચ્ચેનું ઘર્ષણ : કચ્છમાં નવી બનેલી તમામ સરકારી શાળાઓમાં તપાસ તવાઈ કરો

05 February



શાળાઓના બાંધકામની ગુણવત્તાની થવી જોઈએ થર્ટ પાર્ટી તપાસ : ભ્રષ્ટચારનો આંક ઘણો મોટો હોઈ શકે છે? : છેલ્લા ત્રણ વર્ષના તમામ બાંધકામોની કરાવો જીણવટભરી તપાસ

ખાટલે મોટી ખોટ : રાજકીય આંખલાલડાઈ તો પડદા પાછળ કયાંય ભુમિકામાં નથી રહેલી ને? જો રાજકીય આંખલાલડાઈ છે તો કોણ -કોણ મિરઝાપર સ્કુલના બહાને પોતાના રાજકિય હિતો સાંધી રહ્યા છે? આ ઘટનામાં કેબીનેટ મંત્રીશ્રી વાજા, રાજયમંત્રીશ્રી છાંગા, ધારાસભ્ય શ્રી પટેલ સહિતનાઓએ ઘટનાની માહીતીઓ મેળવી છે..! કોઈ મહત્વકાંક્ષી તત્વો કહીં પે નિગાહે કહીં પે નીશાનાનો તાલ તો નથી કરી રહ્યા ને?



ગાંધીધામ :કચ્છમાં શીક્ષણતંત્ર હાલમાં ભારે ચર્ચાનું કારણ બની રહી છે. જિલ્લાના શિક્ષણવિભાગમાં ખાસ ભરતીનો નિર્ણય, તે બાદ પણ શીક્ષકોની ઘટ્ટ, ખાસ ભરતી હેઠળના શિક્ષકોએ બોન્ડ જતા કરીને રાજીનામા ધરી દીધાનો વિષય અને તે બાદ હવે જિલ્લા વીકાસ અધિકારી દ્વારા મહીલા આચાર્યની સાથે કરેલા ઉદ્વત વર્તનનો મુદો અને તે મુદાના મુળમાં શાળાના બાંધકામની ગુણવત્તાનો વિષય ભારે ચર્ચામાં આવવા પામ્યો છે. આ સમગ્ર પ્રકરણની હકીકત તો સર્વગ્રાહી તપાસ થશેતો ખ્યાલ આવશે પરંતુ જયા સુધી વાત છે શાળાના બાંધકામોની તો તે મામલે કચ્છમાં પાછલા અમુક તાજા ભુતકાળમાં જે સરકારી શાળાઓ બની છે તેના કામની ગુણવત્તા મામલે થર્ડપાર્ટી ઈન્સપેકશન તપાસ સર્વગ્રાહી રીતે કરવાની જરૂરીયાત રહેલી હોવાનો આગ્રહ શીક્ષણક્ષેત્રના જાણકારોમાંથી સામે આવવા પામ્યો છે.  કચ્છ જિલ્લામાં નવી બનેલી સરકારી શાળાઓના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. જ્યાં નાનાં ભૂલકાઓનું ભવિષ્ય ઘડાવાનું હોય છે, તેવી શાળાઓના બાંધકામમાં નીચી ગુણવત્તાનું મટીરિયલ, અધૂરા ધોરણો અને બેદરકારીપૂર્વકની કામગીરી થતી હોવાના આક્ષેપો જનતામાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.
મિરજાપર ગામની શાળાના નબળા બાંધકામ બાદ સમગ્ર જિલ્લામાં સરકારી શાળાઓના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે મિરજાપર શાળાનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ તો હવે પ્રબળતાથી ઉઠવા પામી જ રહી છે આવા સમયે હવે હકીતમાં કચ્છમાં તાજા ભુતળકામાં બનેલી તમામ સરકારી શાળાઓ તેમજ છેલ્લા બે વર્ષમાં હેન્ડઓવર કરાયેલી શાળાઓની 
સંપૂર્ણ ગુણવત્તા તપાસ કરવી જરૂરી બની રહી છે. જ્યાં પણ મિલીભગત, ભ્રષ્ટાચાર અથવા બાંધકામમાં ગેરરીતિ નજરે ચડે ત્યાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કચ્છમાં નવી બનેલી સરકારી શાળાઓના બાંધકામની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આવા બનાવો ફરી ફરી સામે આવતા રહેશે અને સૌથી વધુ નુકસાન બાળકોના ભવિષ્યને થશે.


................

જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણાં પડશે ખુલા

ગાંધીધામ : ખરેખર તો આ બાબતે ન માત્ર તપાસ પૂરતી કાર્યવાહી ન રાખી, પરંતુ જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે અને દોષિત કોન્ટ્રાક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરી તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે.


...............

બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમજૂતી નહીં

ગાંધીધામ : આ સમગ્ર મુદ્દાનો મુખ્ય આશય એ છે કે શાળાના બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર સહન ન કરવામાં આવે. કારણ કે આ માત્ર ઈંટ-સિમેન્ટનું બાંધકામ નથી, પરંતુ કચ્છના હજારો બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે.

...............

અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલીભગત જગજાહેર?

ગાંધીધામ : સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો દ્વારા ખુલ્લેઆમ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકારી બાંધકામોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ટકાવારીની ગોઠવણ હોય છે. આ મિલીભગતના કારણે ગુણવત્તા સાથે સમજૂતી થાય છે અને સરકારી નાણાંનો ગેરવપરાશ થાય છે.

..............


પણ નબળું કામ કરનાર ઠેકેદાર કોણે? શિક્ષણતંત્ર
માંથી કોની છે સંડોવણી? એ બાબતે તો કોઈક બોલો!


ગાંધીધામ : ભુજ સમીપે મિરજાપરની સરકારી શાળાના વીષયને લઈને પાછલા કેટલાક સમયથી વિવાદ ઉભો થયો છે. જેમાં ડીડીઓ અને શાળાના આચાર્ય આમને સામને હોય તેવી સ્થિતી ઉભી થવા પામી છે. આ વિષયને લઈને તપાસ કરાશે તો ન્યાય ચોકકસથી થવા પામશે પરંતુ અહી સવાલ એ થાય છે કે શાળાનુ કામ નબળુ થયુ હોવાનો વિષય મુળમાં દેખાય છે, તો આ બાંધકામ નબળુ થયુ કોના પ્રતાપે? કામ કરનાર ઠેકેદાર કોણ છે? તેને લઈને કેમ કોઈ બોલતુ નથી? આ ઠેકેદાર સામે પગલા લેવા બાબતે કેમ મોરચા બંધી નથી થતી? કોની સંડોવણી સાથે કામ કરનાર કોન્ટ્રાકટરે આવી નબળી ગુણવત્તાનું કામ કર્યુ છે? હકીકતમાં અહી તપાસનો વિષય તો એ જ બની રહ્યો છે કે આ ઠેકેદાર કોણ? તેનો ચહેરો બેનકામ કરવો જોઈએ? ઉપરાંત શિક્ષણ વિભાગ કે તેની બાંધકામ શાખામાથી આંખે પાટ્ટા બાંધીને બેઠેલાઓ કોણ હતા? 



 

Comments

COMMENT / REPLY FROM