Trending News
સ્થાનિક સમાચાર

ભુજ બીજેએસ લેડીસ વિંગ દ્વારા ‘Cancer Crusaders’’ ફાઉન્ડેશન કાર્યક્રમનું આયોજન કરાયું

04 February



ભુજ - કચ્છઉદય : કેન્સર માત્ર એક રોગ નથી, પરંતુ તે ધૈર્ય, હિંમત અને આશાની કસોટી છે. જો સમયસર યોગ્ય માહિતી અને જરૂરી તપાસ વિશે જ્ઞાન મળે તો કેન્સરને રોકવાની દિશામાં અસરકારક પગલાં લઈ શકાય. આ જ હેતુ સાથે ભારતીય જૈન સંગઠન લેડીસ વિંગ, ભુજ દ્વારા પ્રમુખ ગીતા પારેખના નેતૃત્વ હેઠળ ‘Cancer Crusaders’ ફાઉન્ડેશન કાર્યક્રમનું આયોજન કે.કે. હોસ્પિટલ, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શુભ શરૂઆત નવકાર મહામંત્રના પાવન ઉચ્ચારણ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર માહિતી પૂરતો સીમિત ન રહી, પરંતુ ઉપસ્થિત બહેનોમાં વિશ્વાસ, આત્મબળ અને આશાનો સંચાર કરતો એક સંવેદનાત્મક અનુભવ બન્યો હતો.
કાર્યક્રમમાં ખ્યાતનામ તબીબો ડો. વિકાસ ગઢવી, ડો. રોનક જૈન અને ડો. કિશન કંસારાએ કેન્સર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને જાગૃતિ ફેલાવી હતી, જેના દ્વારા ભયને જ્ઞાનમાં અને અંધકારને આશામાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહામંત્રી નીષા મહેતાના હૃદયસ્પર્શી સંબોધને કાર્યક્રમને વધુ ભાવસભર બનાવ્યો હતો. ભારતીય જૈન સંગઠન લેડીસ વિંગ દ્વારા ત્રણેય તબીબોનું સન્માન કરીને સેવા માટે સમર્પિત હાથોને નમન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળ વ્યવસ્થા મહામંત્રી ડિમ્પલ ભણશાલી, દીપા શાહ, મિરલ શાહ, મયુરી દોશી સહિત સમગ્ર ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક સંભાળવામાં આવી હતી.
----------

 

Comments

COMMENT / REPLY FROM