Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ સાયબર સેલે ૬૫ ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

04 February


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે ચલાવવામાં આવતી ’તેરા તુજકો અર્પણ’ ઝુંબેશને સાયબર સેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા અપાવી છે. 
સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સીઈઆઈઆર પોર્ટલના ડેટાનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ટેકનિકલ તપાસના અંતે પોલીસની ટીમે અલગ-અલગ અરજદારોના કુલ ૬૫ જેટલા મોબાઈલ હેન્ડસેટ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. શોધી કાઢવામાં આવેલા આ તમામ મોબાઈલ ફોનની કુલ બજાર કિંમત ૧૦,૦૮,૬૩૫ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ કિંમતી મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને બોલાવીને પરત સોંપ્યા હતા. પોતાના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેમણે કચ્છ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી. 

-------

Comments

COMMENT / REPLY FROM