Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા પોલીસવડાએ રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું

04 February



ફતેહગઢ ખાતે સોના ચાંદીની દુકાનમા ચોરીનો ભેદ ઉકેલવા બદલ પોલીસ અધિકારીઓનુ સન્માન કરાયું

ગાંધીધામ - કચ્છઉદય : વાગડ વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેકોર્ડ, ક્રાઇમને લગતી કામગીરી, ક્રાઇમ, ચોરી, ટ્રાફિક અંગે વિવિધ સુચનાઓ આપી હતી. લોક દરબારમાં પોલીસવડા સાગર બાગમારે સાયબર ક્રાઇમ, સીસીટીવી કેમેરા, અસામાજિક તત્વો અને અજાણ્યા લોકોથી દૂર રહેવા, ગામમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. પોલીસ પરેડ, કલ્યાણપર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઑ ઉપસ્થિત રહી હતી. ચાંદીના વેપારી મંડળ દ્વારા જિલ્લા પોલીસવડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપર પીઆઇ જે.બી. બુબડીયાનું ફતેહગઢ ખાતે સોના ચાંદીના વેપારીની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગૌશાળામાં પચીસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં આ સમયે સોની સમાજના ઉમેશભાઈ સોની, રીગ્નેશભાઇ સોની, ભાઈલાલભાઈ સોની, મયુરભાઈ, વિનોદભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ, કલ્પેશભાઈ, મીતભાઈ, પ્રીયંકભાઈ,  કલ્યાણપર સરપંચ તથા ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, મોરારદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
બાદમાંં શહેરના ત્રિકમ નગર ખાતે અનુસૂચિત મહોલ્લા મુલાકાત લીધી હતી. લોકો અને મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં રાણાભાઈ પરમાર, મેમાભાઈ ચૌહાણ, અશોક રાઠોડ, અનિલ ઘેયડા, ઉકાભાઇ મુછડીયા, દેસરાભાઇ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસવડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા, રિડર પીઆઇ એમ.એમ. ઝાલા, રાપર પીઆઇ જે.બી. બુબડીયા, સેંકડ પીઆઇ એસ.વી. ચૌધરી, એસપીના પીએ ખીમજીભાઈ ફફલ, વર્ષાબેન દેવમુરારી, રાજેશ કામડી, પીએસઆઈ પી.એલ. ફણેજા  વી.એસ. કાતરીયા નેત્રમ પીએસઆઇ જે.જી. રાઝ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM