Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા શિક્ષણાધિકારી બન્યા શિક્ષક

04 February





રાપર તાલુકાના ધોરણ ૧૦ અને ૧ર બોર્ડના વિદ્યાર્થીઓને તજજ્ઞ શિક્ષકોએ સારા ગુણ પ્રાપ્ત કરવા માટે સોનેરી ટીપ્સ આપી : ૧૨ ટીમોએ શાળાઓને વહીવટી અને શૈક્ષણિક સૂચનો કર્યા

ભુજ - કચ્છઉદય : રાપર તાલુકાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ૧૨ ટીમોએ શાળાઓને વહીવટી અને શૈક્ષણિક સૂચનો કર્યાં હતા. ભુજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કચ્છ જિલ્લાના વર્ગ ૨ આચાર્યો,  મદદનીશ શિક્ષણ નિરીક્ષક, સી.આર.સી. કો ઓર્ડીનેટર દ્વારા શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે વિશિષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીમના તજજ્ઞ શિક્ષકોએ સારા ગુણ પ્રાપ્ત કરવા માટે સોનેરી ટીપ્સ આપી હતી. વિદ્યાર્થીઓએ પણ મુક્ત મને પ્રશ્નોત્તરી કરી હતી. ખુદ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે ૭ જેટલી શાળાઓની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ માટે પ્રેરક સંવાદ સાધ્યો હતો. તાલુકાની ૪૦ જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની સાથે સાથે સંયુક્ત ૧૨ જેટલી ટીમ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમોએ વહીવટી અને શૈક્ષણિક બાબતો ચકાસી જરૂરી સુધારાઓ માટે સૂચનો કરેલ હતાં.
--------

Comments

COMMENT / REPLY FROM