Trending News
સ્થાનિક સમાચાર

કોડાય પ્રાથમિક શાળામાં કુષ્ટરોગ દિવસની ઉજવણી

04 February


માંડવી - કચ્છઉદય : કોડાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કોડાય પ્રાથમિક શાળામાં કુષ્ટરોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ ૮ના વિદ્યાર્થીઓને કુષ્ટરોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવાના હેતુથી કુષ્ટરોગના કારણો, લક્ષણો, સારવાર તથા ભેદભાવ દૂર કરવાની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના પ્રશ્નોના યોગ્ય જવાબ આપવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓની ત્વચા પર જોવા મળતી વિવિધ પ્રકારની પેચીસની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન તથા નિદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ આરબીએસકે મેડિકલ ઓફિસર ડૉ. કલેશ ગોહિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે કોડાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. શ્રેષ્ઠી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ જાસુબેન બાલાસનો સહકાર રહ્યો હતો. એમપીએચએસ કલ્પેશ સોલંકી અને એમપીએચડબલ્યુ દિલીપ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધે છે અને કુષ્ટરોગ જેવા રોગો અંગે સમાજમાં રહેલી ભ્રાંતિ દૂર કરવામાં મદદ મળે છે.
---------

Comments

COMMENT / REPLY FROM