Trending News
સ્થાનિક સમાચાર

બીકેટી દ્વારા ચંંદ્રનગર - ખોખરા ગામે લોકાર્પણ તેમજ ખોખરા ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું

04 February


ભુજ - કચ્છઉદય : ચંદ્રનગર - ખોખરા ગામે ઘણા વખતથી જેની જરૂરિયાત હતી એવું કામ બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત કુલ ૧૧,૮૬,૨૩૦ના ગૌશાળા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગામમાં ૨૨૫થી પણ વધુ ગાયો માટે એક આશ્રય સ્થાન બનશે તેમજ ટાઢ-તડકો અને વરસાદ વખતે આ ખૂબ ઉપયોગી નીવડશે. આ લોકાર્પણ તેમજ ખોખરા ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બી.એ. આહીર, તાલુકા પંચાયત સદસ્ય અંબાલાલભાઈ રબારી, તાલુકા ભાજપ મહામંત્રી રૂપાભાઈ તેમજ કાનજીભાઈ આહીર, તલાટી પૂજાબેન ગઢવી, ખોખરા ગામના સરપંચ  ગોકુલભાઈ રબારી ઉપરાંત આજુબાજુ ગામના સરપંચો,ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
સીએસઆરના શ્રી ઝાલાએ બીકેટી કંપની દ્વારા ખોખરા-ચંદ્રનગર ગામ આ ગૌશાળા માટેનો ઉપયોગી શેડ બનાવી આપવા માટે બીકેટીના મેનેજમેન્ટ તરફથી આવા ગ્રામોત્થાનના કામો માટે હકારાત્મક પ્રતિસાદ આવ્યો એટલે આ કામ શક્ય બન્યું છે એવું જણાવ્યું હતું.  જ્યારે આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગાએ આ વર્ષમાં બીકેટી તરફથી કરવામાં આવેલી કામગીરી તેમજ આવા વિકાસના કામો કરવા માટે મંજૂરી આપવા બદલ કંપનીના મેનેજમેન્ટની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને બીકેટી કંપનીની સીએસઆર ટીમની કટિબદ્ધતા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. એમના પ્રભાવક ઉદ્દબોધનમાં કંપની તરફથીતાજેતરમાં થયેલા પધ્ધર ગામની સમાજવાડીના કામની સરાહના કરી હતી. જ્યારે ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત પ્રસંગે એમણે એવું કહ્યું હતું કે, પંચાયત ઘર નહીં પણ ગ્રામ સચિવાલય છે એમ જણાવીને સરપંચ તેમજ ગામલોકોની પ્રવૃત્તિશીલતા બિરદાવી હતી.  સરપંચ ગોકુલભાઈ રબારીએ આભારવિધિ કરી હતી.  બીકેટી કંપની તરફથી એજીએમ સીએસઆર ડી.બી. ઝાલા અને એજીએમ લાયઝન મહેન્દ્ર મકવાણા તરફથી હાજર રહ્યા હતા. 
----------

Comments

COMMENT / REPLY FROM