Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં કળિયુગના પુત્રોએ માતાને જાનથી મારી નાખવાની આપી ધમકી

04 February




ભચાઉ - કચ્છઉદય : ભચાઉ શહેરમાં કૌટુંબિક હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જમવાનું કહેવા જેવી સામાન્ય બાબતે બે પુત્રોએ પોતાની જ માતા સાથે ઉગ્ર ઝઘડો કરી મારપીટ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવ અંગેની વિગત મુજબ, ભચાઉની સર્વોદય સોસાયટીમાં રહેતા લાડુબેન રાયધણભાઈ કોલીએ તેમના પુત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૩૧ જાન્યુઆરીના રોજ સવારના સમયે જ્યારે માતાએ પોતાના પુત્ર લખમણભાઈને જમવા માટે કહ્યું, ત્યારે તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને બિભત્સ ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. આટલેથી ન અટકતા તેણે પોતાની સગી માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અન્ય પુત્ર આકાશે પોતાની માતાને જમણા પગના સાથળના ભાગે ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એએસઆઈ. આનંદકુમાર ભટ્ટ ચલાવી રહ્યા છે.

........

Comments

COMMENT / REPLY FROM