Trending News
સ્થાનિક સમાચાર

જમીન હડપવા અને ૧૦ કરોડની ખંડણી માંગવાના કારસાનો પર્દાફાશ

04 February




ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામમાં જમીન વિવાદને પગલે એક ડેવલોપરને ડરાવી-ધમકાવી તેની પાસેથી કરોડો રૂપિયા પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી મેહુલભાઈ રામજીભાઈ નાકરે તેમની માતાના નામે વરસામેડી ગામે ખરીદેલી કાયદેસરની જમીન બાબતે આરોપી જયચંદ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર, ત્રિકમભાઈ ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે રમેશ ઠક્કર અને નવીનભાઈ ઠક્કરે ખોટા વાંધા ઉઠાવ્યા હતા. આરોપીઓએ આ વિવાદ શાંત કરવાના બદલામાં ફરિયાદી પાસેથી અગાઉ ૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ વધુ ૧૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીની અને તેમના પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અને અખબારોમાં ભ્રામક સમાચારો પણ ફેલાવવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આ મામલે ખંડણી અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ મોહનભાઇ ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
...........

Comments

COMMENT / REPLY FROM