Trending News
સ્થાનિક સમાચાર

માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધ

04 February




જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું જારી કરાયું


ભુજ - કચ્છઉદય : માતાનામઢથી કોટડા રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા. ૩૧-૧૨ સુધીના સમયગાળા માટે માતાનામઢથી કોટડા સુધીના રસ્તા પરથી વાહનો અવર - જવર કરી શકશે નહીં. જ્યારે વૈકલ્પિક માર્ગ રસ્તા તરીકે ડાબી તરફ પાકો ડામર રસ્તો કોટડા ગામ તરફ હયાત રસ્તાને મળે છે. જે રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે. જાહેરનામું સરકારી વાહનો, સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક, ભુજ / સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નખત્રાણાના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં.

.......

Comments

COMMENT / REPLY FROM