કચ્છમાં સબસીડીયુકત યુરીયા ખાતર ના કાળા બજારમાં અંજાર પટ્ટા ના વિજય-સુનીલનું વકરતું મોટું નેટવર્ક...?
ખેતી વાડી અધિકારી-પોલીસતંત્ર ધ્યાને ન લે..!
પૂર્વ કચ્છમાં પ્લાયની ફેકટરીમાંથી સમયાંતરે સરકારી યુરીયા ખાતર પકડાય છે, પરંતુ તે આવ્યું કયાંથી તેની તપાસ હમેશા અકબંધ રહી જાય છે? જો એ તપાસ કરાશે તો વિજય-સુનીલ બેલડીનું જ નામ આવશે બહાર : પ્લાયવુડની મોટાભાગની ફેકટરીઓ અંજાર-ભચાઉ હાઈવે પર જ ધમધમી રહી છે, રેઝિન પ્લાન્ટમાં ઈન્ડીસટ્રીયલ ગ્લુ માટે યુરીયાની પડે છે જરૂર
ખેડુતોને અંધારામાં રાખીને વિજય-સુનીલ બેલડી યુરીયા ખાતરની રાજયની ફર્ટીલાઇજર કંપનીઓમાથી આખેઆખી ગાડીઓ જ હવે તો બારોબાર મોકલવાની ધરાવી રહ્યા છે મોડસ ઓપરેન્ડી..! : ઓનલાઈન ખેડુતોના સાત/૧રના ઉતારાઓઓ લઈને યુરીયા ખાતરનો થાય છે બેનામી વેપલો
ખાટલે મોટી ખોટ : અન્ન પુરવઠા વિભાગની સરકારી ગાડીઓ પર બોર્ડ લાગેલો હોય છે કે, આ સરકારી અનાજની ગાડી છે, તે કોઈ ચોકકસ સરકારી ગોડાઉન તરફ જઈ રહી છે, તો યુરીયા ખાતરમાં પણ ફર્ટીલાઈઝર કંપની આવા બોર્ડ કેમ નથી લગાડતી? આ ઉપરાંત ડ્રાયવર ગાડી કયા લઈ જવાની છે અને કયા લઈ જઈ રહ્યો છે તેનું જીપીઆરએસ ટ્રેકીંગ કેમ નથી કરવામા આવતુ? : યુરીયા ખાતરની કાળા બજારી પકડાયા છે એ તો બગાસા ખાતું પત્તાસુ આવી જાય છે અથવા તો ધંધાકીય હરીફાઈમાં કોઈ માહીતી આપે તો પકડાયા છે, પણ ખેડુતોના ભોગે જે યુરીયા ખાતર ઉદ્યોગોમાં જાય છે તેનો આંક તો કરોડોને
આંબે છે? એશીયાની સોથી મોટી પ્લાય ઈન્ડીસટ્રીઝ પૂર્વ કચ્છમાં ધમધમે છે..!
ગાંધીધામ : કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ખેડુતોની મદદે આવવા માટે ખાતર સબસીડી યુકત ફાળવણી કરવામા આવી રહી છે. છતા પણ ખેડુતોને ખાતર પુરતા પ્રમાણમાં મળતુ નથી, કલાકો સુધી લાઈનોમા ઉભા રહ્યા બાદ પણ ખાલી હાથે પાછા ફરી રહ્યા છે અને અમુક કાળા બજારીયાઓ-ભેજાબાજો સબસીડી યુકત સરકારી યુરીયા ખાતરની કાળા બજારીમાંથી કરોડોનો આસામી બની ચુકયા છે.
કચ્છમાં પણ સમયાંતરે સબસીડી વાળા યુરીયા ખાતરના ગેરઉપયોગ થતો હોવાની છુટ્ટી છવાઈ ફરીયાદો નોધાય છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ તપાસ પૂર્ણ પણે થતી નથી નહી તો તેનો રેલો અંજાર પટ્ટાના વિજય અને સુનીલ સુધી ચોકકસથી પહોચી શકે તેમ છે. કહેવાય છેકે, અંજાર પટ્ટાના વિજય અને સુનીલની બેલડી યુરીયા ખાતરની કાળા બજારની હવે તો એટલી મોટી ચેનલ ગોઠવી ચુકયા છે કે તેઓ ફર્ટીલાઇઝર કંપનીમાથી સીધેસીધી ટ્રક બારોબાર જ કંપનીમાં મોકલી આપે છે. ખેડુતોના સાત બારના ઉતારા ઓનલાઈન કાઢી અને તેમના નામે આ બન્ને શખ્સો સરકારી યુરીયા ખાતરનુ ઓપન માર્કેટમાં આડેધડ ધુમ વેંચાણ બિનધાસ્ત કરી રહ્યા છે. ઓનલાઈન આ ટોળકી ચેક કરી લેતી હોય છે કે કોઈ ખેડુતના નામે મોટુ ખેતર છે અને તે યુરીયા નથી લેતા તો તેના સાત બાર જેવા આધારો પરથી સરકારી યુરીયા ખાતર મંગાવી લે અને પછી તેને ઓપન માર્કેટમાં પ્લાયવુડ જેવી ફેકટરીવાળાઓને આપી દેવાનો નેટવર્ક ધરાવી રહ્યા છે. પ્લાયવુડમાં જેટલા પણ રેઝિન પ્લાન્ટવાળા છે તેઓને ગ્લુ માટે યુરીયાની જરૂર પડતી હોય છે. જો ઈન્ડસ્ટ્રીયલ યુરીયા ગ્લુ માટે વાપરે તો ખુબ મોઘુ પડે છે એટલે સરકારી યુરીયા ખુબ સસ્તામાં મળી જતો હેાવાથી આ પ્રકારે સરકારી યુરીયાની કાળાબજારીનુ નેટવર્ક ચલાવાઈ રહ્યુ છે. જો પોલીસતંત્ર અને ખેતીવાડી વીભાગ દ્વારા ઉંડા ઉતરવામા આવશે અથવા તો ચોકકસથી વોચ રાખી અને આ તત્વોના કારસ્તાનો પર તવાઈ બોલાવાશે તો કચ્છમાથી જ સુનીલ-વિજયના કઈક મોટા સરકારી યુરીયા ખાતરના કાંડનો પર્દાફાશ થશે ેતેમ જાણકારો માની રહ્યા છે.
..........
વિજય-સુનીલની યુરીયાની કાળી કમાણી-
અંજારમાં અ.ધ..ધ..જમીનોમાં સમાણી..!
યુરીયાની કાળી કમાણીથી વિજય-સુનીલ અંજાર પટ્ટામાં જમીનના બેતાજ બાદશાહ બની ગયાની ચર્ચા !
ગાંધીધામ : અંજાર પટ્ટાના વિજય-સુનીલ યુરીયાની કાળી કમાણી કેટલી હદે કરી ચુકયા હશે કે હાલમાં તેઓને અંજાર પટ્ટાના જમીનોના બેતાજ બાદશાહ કહેવામા આવી રહ્યા છે. યુરીયામાથી થતી કાળી કમાણીમાં તેઓએ અ.ધ...ધ..જમીનો ખરીદી અને તેમા રોકાણ કરી દીધુ છે.
..........

Comments