આધોઈ સોપારી કાંડ : કાસેઝના કસ્ટમ DC શ્રીની લાલઆંખ : શંકાસ્પદ PO ને કરાયો સાઈડલાઈન : અન્યોમાં ફફડાટ.!
હવે તપાસ ઝોન ભણી લંબાઈ : કાસેઝમાથી ટ્રક ગેટ પરથી નીકળી જાય અને અધીકારીઓ અજાણ હોય તે વાત બને જ કેમ? કસ્ટમ ડીસીશ્રી જૈન એ ત્વરિત ધોરણે જ સબંધિત શંકાસ્પદ પ્રિવેન્ટીવ ઓફીસરને કરી દીધો સાઈડલાઈન : અન્ય એકઝામિનેશન જેવી મહત્વપૂર્ણ જવાબદારી-રોટેશનથી પણ કર્યો દુર
ખાટલે મોટી ખોટ : આ તો ભલુ થજો કે, ભચાઉના આધોઈ પાસે સોપારીનો જથ્થો પકડાઈ ગયો, પરંતુ આ જ રીતે ડ્રગ્સ-દારૂગોળો કે હથિયારના જથ્થાઓ વિદેશથી આવી અને ઠલવાઈ નહીં ગયા હોય તેની શું ખાત્રી? પોલીસ તંત્ર સતર્ક બને અને જે રીતે જથ્થો ઝડપયો છે તે જ રીતે હવે મુળીયા ઉલેવામાં પણ દેખાડે સ્ફુર્તી : જો ડ્રગ્સ અને દારૂગોળા આ રીતે નીકળી ગયાનુ ખુલશે તો અંતે જવાબદાર રાજય પોલીસ-કચ્છ પોલીસની જ બની રહેશે તે ન ભુલવું જોઈએ..!
કાસેઝના ડીસીશ્રી પાટીલ આંખ ઉઘાડેઃ આધોઈ સોપારી કાંડના સીસીટીવી ફુટેજમાં આવી ગયેલા કયા ભ્રષ્ટ વહીવટદાર વચ્ચે ગત રોજ રીતસરની થઈ જીવલેણ મારામારી? : આધોઈ સોપારી કૌભાંડમાં જેના નાક નીચે વાહન નીકળી ગયુ તે વહીવટદારો કાસેઝ પ્રશાસન અને કસ્ટમતંત્રની આબરૂના વધુ ધજાગરાં ઉડોડે તે પહેલા જ કડક કાર્યવાહી કરો
સરાજાહેર કોણે-કોને પેનની નીડલથી પતાવી દેવા સુધી-રહેંસી નાખવા સુધીની આપી દીધી ધાક-ધમકીઓ? : જાણકારોમાં ચર્ચાનું આવરણ
ભ્રષ્ટ વહીવટદાર કહી રહ્યો છે કે, હું આ આધોઈ સોપારીકાંડમાં કયાંય ઈન્વોલ્વ નથી, મારા સમયકાળમાં કોઈ બીજું કળા કરી ગયું છે? આવો બચાવ કેટલા અંશે રખાશે માન્ય? જો આ રીતે કોઈની ડયુટીમાં અન્ય કોઈ કરોડોની સોપારી કાઢી જતું હોય તો પછી બીજું શું અહીથી નહી નીકળી જતું હોય..! : ડ્રગ્સ-દારૂગોળો-હથિયાર જેવી સંવેદનશીલ વસ્તુઓ પણ અહીથી નીકળતા વાર નહીં થાય.!
કાસેઝ પ્રશાસને સીસીટીવી ફુટેજ જેવા મહત્વના સાધનિક પુરાવાઓ આપી દીધા છે, હવે તપાસનીશ પોલીસતત્ર માટે દુધનું દુધ અને પાણીનું પાણી કરવુ કપરૂં કામ નથી
ગાંધીધામ : કચ્છના બંદરો પર વિદેશથી તગડી ડયુટીવાળી સોપારી આયાત કરી અને તેને ડીટીએ એટલે કે લોકલ માર્કેટમાં ડમ્પ કરી અને તેની જગ્યાએ સેઝ યુનિટમાં કચરાઓ ભરી રી એકસપોર્ટ કાગળ પર દેખાડવામા આવી રહ્યા હોવાનાન એક ગંભીર પ્રકારના ષડયંત્ર, ડયુટીચોરીના કારસ્તાનની આશંકા દર્શાવતી કાર્યવાહી કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની ટીમ દ્વારા ભચાઉના આધોઈ પાસેથી પકડેલી સોપારીના જથ્થાના કેસમાં સામે આવવા પામી રહી છે. આ કેસમાં પોલીસની કાર્યવાહી બાદ હવે કાસેઝના અધિકારીગણ પણ અતી કડકાઈથી કાર્યવાહી કરી રહ્યા હોવાના વાવળ મળવા પામી રહ્યા છે. વાત સહેજ વિગતે કરીએ તો ગત મહિને ડીસેમ્બર માસમાં વિદશેથી મુંદરા અને ત્યાંથી કાસેઝમાં આવ્યા બાદ વિદેશી કન્ટેઈનર ડીટીએ થઈ ગયા હોવાનો પોલીસ તપાસમાં થયેલા ખુલાસા બાદ હવે રેલો ઝોન ભણી લંબાવવા પામી રહ્યો છે. પોલીસતંત્રને ઝોન દ્વારા સીસીટીવી ફુટેજ આપી દેવામા આવ્યા છે. દરમ્યાન જ બીજીતરફ કસ્ટમ-કાસેઝ પ્રશાસન પણ આ ઘટના બાદ વધારે સતર્ક બન્યું હોવાના પણ અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ મામલે કાસેઝના સુત્રોમાથી મળતી વિગતોની વાત કરીએ તો કાસેઝમાથી ટ્રક ગેટ પરથી નીકળી જાય અને અધીકારીઓ અજાણ હોય તે વાત બને જ કેમ? આ વાતને ઝોન કસ્ટમ ડીસીશ્રી જૈન એ ત્વરિત ધોરણે જ સબંધિત શંકાસ્પદ પ્રિવેન્ટીવ ઓફીસરને સાઈડલાઈન કરી દીધો હોવાનુ માલુમ પડયું છે. જેની શંકાસ્પદ ભુમિકા આ કન્ટેઈનરમાં રહેલી જણાઈ છે તેવા પ્રિવેન્ટીવ ઓફીસરને સાઈડલાઈન કરી દેવાયો છે એટલુ માત્ર જ નહી પણ અન્ય એકઝામિનેશન જેવી મહત્વપૂર્ણ જવાબદારી-રોટેશનથી પણ તેને દુર કરી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે. કાસેઝ કસ્ટમ ડીસીની આ પ્રકારની ત્વરિત લાલઆંખ ભરી કાર્યવાહીથી ભ્રષ્ટ-ડયુટીચોરોને છાવરનારા અન્ય અમુક પીઓમાં પણ ગભરાટ ફેલાઈ જવા પામ્ય છે.બીજીતરફ હવે એમ પણ માંગ થવા પામી રહી છે કે, કાસેઝ પ્રશાસને સીસીટીવી ફુટેજ જેવા મહત્વના સાધનિક પુરાવાઓ આપી દીધા છે, હવે તપાસનીશ પોલીસતત્ર માટે દુધનું દુધ અને પાણીનું પાણી કરવુ કપરૂં કામ નથી. જરૂરી છે મજબુત ઈચ્છાશકિતની. વેળાસર જ કયા યુનિટમાથી વિદેશી કન્ટેઈર લોકલ માર્કેટમાં ગયુ? તે અંગેની કડક તપાસને અંજામ આપી દેાષીતોની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ.
અહી લાલબત્તી તો એવી પણ ધરવામા આવી રહી છે કે, આ તો ભલુ થજો કે, ભચાઉના આધોઈ પાસે સોપારીનો જથ્થો પકડાઈ ગયો, પરંતુ આ જ રીતે ડ્રગ્સ-દારૂગોળો કે હથિયારના જથ્થાઓ વિદેશથી આવી અને ઠલવાઈ નહીં ગયા હોય તેની શું ખાત્રી? પોલીસ તંત્ર સતર્ક બને અને જે રીતે જથ્થો ઝડપયો છે તે જ રીતે હવે મુળીયા ઉલેચવામાંપણ દેખાડે સ્ફુર્તી. જો ડ્રગ્સ અને દારૂગોળા આ રીતે નીકળી ગયાનુ ખુલશે તો અંતે જવાબદાર રાજય પોલીસ-કચ્છ પોલીસની જ બની રહેશે તે ન ભુલવું જોઈએ..! અત્યાર સુધી કાસેઝ પ્રશાસન સીસીટીવી ફુટેજ નથી આપતું કે નથી મળ્યાનું રટણ કરવામાં આવતુ હતુ પરંતુ હવે તો આ ફુટેજ મળી ગયા છે, તે બાદ તપાસ ગતિ પકડે છે, યુનિટધારકો દબોચાઈ જાય છે

Comments