ગાંધીધામમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રકની ચપેટમાં આવી યુવકનું મોત
નિમાયા હોટેલ નજીક સર્વિસ રોડ પર બાઇક અથડામણ બાદ સર્જાઈ કરૂણ ઘટના
ગાંધીધામ - કચ્છઉદય : શહેરમાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી. નિમાયા હોટેલ નજીક આવેલા સર્વિસ રોડ પર બે મોટર સાઇકલ વચ્ચે અચાનક ટક્કર થતા એક યુવક રસ્તા પર પટકાયો હતો. તે જ સમયે પાછળથી આવી રહેલા ટ્રકે યુવકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામની નિમાયા હોટલ પાસેના સર્વિસ રોડ પર આજે એક હૃદયદ્વાવક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક નંબર જી.જે. ૧૩ આરઆર પ૮ર૦ અને જી.જે. ૧ર સીસી ૭૮૧૧ સાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ એક બાઈક સવારે નીચે પટકાયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક નંબર જી.જે. ૧૦ એક્સ ૮૮રપ ચાલકે નીચે પડેલા યુવકને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા, જેના કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Comments