અબડાસાની ઘટના લાલબત્તીરૂપ : કચ્છમાં ખનીજના બેનામી કાળા-કારોબારને ડામો : નહી તો ખુન ખરાબા-ગેંગવોર વકરશે?
કચ્છ કલેકટર તથા ખાણ ખનિજના ગુજરાત કમિશ્નર શ્રી પટેલ ગોર ફરમાવે
જિલ્લામાં રહેલા અલભ્ય-કિંમતી ખનીજોના બેનામી ધંધાઓમાં રાતોરાત કરોડપતિ બનવાની કચ્છભરમાં કઈકને લાગી છે લત્ત : વાગડથી લઈ અબડાસા સુધી આડેધડ ગેરકાયદે રીતે ખનીજનું થાય છે ખનન
ખાટલે મોટી ખોટ : લીઝ મેળવી, સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ તે લીઝના નામે આસપાસની સરકારી જમીનોમાથી કીંમતી ખનીજ ઉપાડવાનું ચાલી રહ્યું છે આયોજનબદ્ધ ષડયંત્ર : સ્થાનિક રેવેન્યુ જવાબદારોથી માંડી અને ખાણખનિજ વિભાગના અધિકારી-કર્મચારીઓના ધ્યાને ન હોય તેવું તો બને જ નહીં? : શા માટે તો પછી નથી કરવામાં આવતી ઝુબેશરૂપ જિલ્લાવ્યાપી તપાસ? : ખનીજ અદાવતોમાં થતા ડખ્ખાના મુળીયાઓ સુધી જવુ જરૂરી? કયાંક ને કયાંક ખનીજના બેનામી ધંધાઓ પર સામ્રાજય ધરાવનારાઓ તો સામસામે નથી આવી જતાને? પોલીસની મીઠીનજર હેઠળ કેટલા સમયથી આ બેનામી ધંધાઓ ચાલે છે? તે બધુ જ આવવું જોઈએ બહાર..!
ખાખીધારીઓ સહિત ખનીજ તથા મહેસુલતંત્રના પણ અમુક ભ્રષ્ટ તત્વોની મીલીભગતથી જ ચીભડ ખનીજચોરો બની ગયા છે ખનીજ માફીયા : ખનીજના ધંધાની અદાવત-હરીફાઈ-સ્પર્ધામાં કયાંક કાયદો-વ્યવસ્થાને લગતા મોટા જોખમો સર્જતી ઘટનાઓ ઠેર-ઠેર બને તે પહેલા જ લીઝ પૂર્ણ થયાની ખરાઈ કરી, વિવીધ વિસ્તારોમાં આવા લોકોને નોટીસ ફટકારી જયાં હવે ખનીજ જ નીકળતું નથી તેવી લીઝ પ્રક્રીયા હેઠળ બંધ કરાવી દેવી જોઈએ : પૂર્ણ થઈ ગયેલી લીઝના નામે આજુબાજુની સરકારી જમીનોમાથી કરાડોની ખનીજ ચોરી પકડાઈ હોવાનું પણ તાજા ભુતકાળમાં અબડાસામાંથી સત્તાવાર રીતે બહાર આવી ચૂકયુ છે.., રાયધણજરમાં થયેલી ફરીયાદ યાદ કરી લ્યો..! : લીજ ધારક આડેધડ ખનીજ કરતા કરતા લીઝ બહરાના વનવિભાગની હસ્તકની જમીન પર પણ ગેરકાયદેસર ખનન કરી ચૂકયો છે..! તેવુ ફરીયાદમાં રેકર્ડ પર આવ્યુ છે.? હજુ તંત્ર લાલઆંખ ભરી જિલ્લાભરમાં ઝુંબેશ હાથ ધરવા કયા સારા મુર્હતની કરે છે ઈંતેજારી?
ગાંધીધામ : કચ્છના પેટાળામાં અલભ્ય ખનીજોનો મોટો ખજાનો ધરબાયલો રહ્યો છે. સરકારને તેમાથી જેટલી રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી અનેકવીધ ઘણી તો ખનીજચોરી કરવામાં આવી રહી છે. વાગડથી લઈ અને અબડાસા સુધી ખનીજના ચીભડચોરો ફાટીને એટલા ફુલેકે ગયા છે કે, ખનીજ માફીયા બની ચુકયા છે. ખનીજના બેનામી ધંધામાં કાળી કરોડોની કમાણીનો સ્વાદ ચાખી ચુકેલા તત્વો કાયદાને હાથમાં લેતા પણ જરા સહેજ પણ વાર નથી કરતા. આવી ઘટનાઓ કચ્છમાં છાશવારે સામે આવતી જ રહેતી હોય છે. તાજેતરમાં જ અબડાસાના એક ગામમાં આ જ રીતે લીઝના રસ્તા બંધ કરવા બાબતે રીતસરનું લોહીયાળ ધીંગાડું જ સર્જાઈ જવા પામ્યું છે. આ ઘટનાના મુળમાં શું હતુ કે શું નહી? તે ફરીયાદ અને પ્રતિફરીયાદના આધારે પોલીસ તપાસ કરી અને બહાર લાવવા છે.પરંતુ આવી ઘટનાઓ બની રહી છે તેવા સમયે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ખનીજના બેનામી ધંધાના કાળા કારોબારમાં રાતો રાત કરોડપતી બની જવાની આડમાં થઈ રહેલી ધંધાકીય અદાવત, હરીફાઈ કે સ્પર્ધાઓમાં જુથ અથડામણો કે લોહીયાણ જંગ મંડાઈ રહ્યા છે તો પછી તેના મુળમાં છે શું? કેમ પ્રશાસન તે મામલે ગંભીરતાથી વિચાર કરી અને ધાક બેસાડતી કાર્યવાહી નથી કરતું? શું તંત્ર એ વાતથી અજાણ છે? આ મામલે પ્રબુદ્ધવર્ગમાથી થઈ રહેલી વાત વિગતે કરીએ તો કચ્છમાં વાગડથી લઈ અને અબડાસા-લખપત-માંડવી સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખનીજની લીઝો મંજુર થતી રહે છે. પરંતુ લાંબા સમયથી જે લોકોની લીઝ પૂર્ણ થઈ ગઈ છે, તેઓએ મેળવેલી મંજુરીવાળા સ્થળ પર હવે તે ખનીજ નીકળતુ જ નહોય, પુરૂ થઈ ગયુ હોય તો પણ આવા તત્વો તે લીઝના બહાને આસપાસના સરકારી ખરાબામાથી તંત્રને અંજાણ રાખીને અથવા તો તંત્રના અમુક ભ્રષ્ટ તત્વોને સાથે રાખી મેળાપીપણાં કરી અને આડેધડ ખનીજ ઉસેડી રહ્યા છે. સૌ પ્રથમ તો કચ્છ કલેકટરશ્રી તથા રાજયના ખાણખનિજ કમિશ્નર શ્રી ધવલ પટેલે આ બાબતે વિચાર કરવાની જરૂર છે. કચ્છવ્યાપી તપાસ આપવી જોઈએ કે, પૂર્વ અને પશ્ચીમ કચ્છ બન્ને જિલ્લાઓમાં ખનીજવિભાગ સર્વે હાથ ધરે, કેટલી મંજુર થયેલી લીઝ પૂર્ણ થઈ ગઈ છે, જયાંથી હવે ખનીજ નીકળતું જ નથી, તેવી લીઝ અલગ તારવી અને તેવા લીઝધારકોને નેાટીસ આપી અને તે લીઝને બંધ જ કરી દેવી જોઈએ. શા માટે આવુ કરવામાં નથી આવતુ? આવી ઝુંબેશ હાથ ધરવા માટે પણ ચોકકસથી સમય મર્યાદા પણ આપવી જોઈએ. આમ થતુ ન હોવાથી જ જાણકારો કહી રહ્યા છે કે,હાલમાં ખનીજમાં લીઝ જેમની પૂર્ણ થઈ ગઈ છે તેઓ આસપાસની સરકારી જમીનમાથી જ આડેધડ વધુમાં વધુ ખનીજ ગેરકાયદેસર રીતે ઉસેડી રહ્યા છે? પૂર્ણ થઈ ગયેલી લીઝની જ રોયલ્ટી ફાટી રહી છે? બધુ ગોઠવણથી ચાલતુ હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં આગામી સમયમાં ખનીજ માફીયાઓ વચ્ચે ગેંગવોર થતી અટકાવી હોય તો આ પ્રકારની કાર્યવાહી પ્રાથમીકતાના ધોરણે હાથ ધરવી જ પડશે.
અહી મુળ વાત પર આવીએ તો લીઝ જેની પુરી થઈ છે તેઓ સરકારીમાથી ઉસેડતા હશે તો તે કોઈ ખાનગી કામ તો છે નહી? ચોકકસથી ગણતરીના કલાકોમાં અન્ય આવા જ લીજ ધારકને તેની માહીતીઓ મળી જશે? હવે અહીથી જ ગેરકાયદેસર સરકારી ખરાબમાથી કરોડોના ખનીજ ઉઘરાવવા માટે ખાખી ધારીઓ અને તંત્રના મોઢે ભ્રષ્ટ ડુચ્ચાઓ ભરાવીઅ ને રોયલ્ટીચોરીનો ખેલ અહીથી જ શરૂ થતો હોય છે. ખાખીધારીઓ પણ પોતાની ભ્રષ્ટાચારની વધતી ભુખ ભાંગવા માટે એકને મંજુરી આપે, બીજાને ન આપે, એટલે બે ગેરકાયદેસર ખનીજ ચોરો વચ્ચે માફીયાગીરી-ગેંગવોરની સ્થિતી સર્જાઈ જવા પામતી હોય છે. આ બધાયની વચ્ચે સવાલો જિલ્લા પ્રશાસન અને સરકારની છબીને સવાલોના ઘેરામાં મુકાઈ જવાની નોબત આવી રહી છે. કચ્છમાં આવુ બનતુ જો ખરેખર અટકાવવુ જ હોય તો સૌ પ્રથમ વોચ રાખી અને લીઝ પૂર્ણ થઈ ગયેલ છે તેવા લીજધારકો પર રાખવી જોઈએ ખાસ કરીને અબડાસાના અમુક વિસ્તારો, ગામડાઓ, લખપત પટ્ટામાં, માંડવી-મુંદરા-અંજાર સહિતના અમુક ગામડાઓમાં આ જ રીતે એક ચોકકસ ષડયંત્ર ખનીજચોરીનું ચાલે છે.

Comments