Trending News
સ્થાનિક સમાચાર

ડિવેરા આઈવીએફ દ્વારા ગાંધીધામમાં આગામી ૭ અને ૮મી ફેબુ્રઆરીએ નિઃસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ

02 February




ગાંધીધામ ખાતે ડિવેરા આઈવીએફનો શુભારંભ : સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓનું સ્નેહમિલન યોજાયુ : ડો.ભાવિન કમાણી અને ડો.ઋચા જોશીને શુભેચ્છાઓનો વરસાદ : સ્નેહમિલનમાં સંતાન પ્રાપ્ત કરનાર દંપતીઓ થયા ભાવવિભોર

ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામની મા હોસ્પિટલ ખાતે ડિવેરા આઇવીએફના ફુલ ફલેજ યુનિટનો શુભારંભ થઈ રહ્યો છે. ડિવેરા આઇવીએફની રાજકોટ બાદ આ પ્રથમ શાખા કચ્છ ગાંધીધામ ખાતે પ્રારંભ થઈ રહી છે. જયાં હવે બન્ને તબીબ નિયમિત મળશે. કચ્છના નિઃસંતાન દંપતિઓના જીવનમાં સંતાન પ્રાપ્તિ માટે અભિયાન ચલાવનાર ડો.ભાવિન કમાણી અને ડો. ઋચા જોશીએ ગાંધીધામ યુનિટના પ્રારંભ નિમિત્તે કોઈ સમારોહ રાખવાને બદલે આગામી તારીખ ૭ અને ૮મી ફેબ્રુઆરી શિન અને રવિવારના રોજ બે દિવસ માટે કચ્છના નિઃસંતાન દંપતિઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. કચ્છમાં જ જન્મેલા અને રાજકોટ સ્થાઈ થયેલા ડો.ભાવિન કમાણીએ રાજકોટ ડિવેરા આઇવીએફની સફળતા બાદ વતન કચ્છને યાદ કર્યું છે. તેમનું કહેવું છે કે, મારે વતનનું ઋણ ચૂકવવાનો સમય છે. મને ઈશ્વરે જે શક્તિ આપી છે તેના વડે હું કચ્છના નિઃસંતાન દંપતિના જીવનમાં ખુશહાલી લાવવા પ્રયાસ કરતો રહીશ.
ડિવેરા આઈવીએફ દ્વારા ૨૦૧૯માં કચ્છમા ભુજ, ગાંધીધામ, માંડવી ખાતે નિઃસંતાન કચ્છી દંપતિ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યુંં હતું. તેમની સાથે ડો. ઋચા જોશીએ મળીને કચ્છના રણ પ્રદેશમાં નિઃસંતાન દંપતિઓના જીવનમાં હરિયાળી સર્જવામાં કોઈ કસર છોડી નથી. કોરોનાના કપરા કાળ વચ્ચે પણ પ્રેગનન્ટ દંપતીઓની સફળતાપૂર્વક અવિરત સારવાર કરવામાં આવી હતી. આજે અસંખ્ય કચ્છી દંપતિઓને ત્યાં ફુલ જેવા સંતાનો રમતાં થયા છે. આ દંપતિઓ તેમના જીવનમાં સંતાન સુખ લાવવાનો સંપૂર્ણ શ્રેય ઈશ્વર અને બાદમાં ડો.ભાવિન કમાણી અને ડો. ઋચા જોશીને આપે છે. ગાંધીધામ ડિવેરા આઇવીએફના પ્રારંભ પૂર્વે કચ્છના પ્રવાસે આવેલા ડો. ભાવિન કમાણી અને ડો. ઋચા જોશીએ કચ્છમાં સંતાન પ્રાપ્તિ કરનાર દંપતિઓનું સ્નેહમિલન યોજ્યું હતું, જેમાં સંતાન પ્રાપ્ત કરનાર દંપતિઓ અને કિલ્લોલ કરતાં બાળકો વચ્ચે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. તમામ દંપતિઓએ ડો.ભાવિન કમાણી અને ડો. ઋચા જોશીનું શાલ ઓઢાડી પુષ્પહાર કરી સન્માન કર્યું હતું.
સંતાન પ્રાપ્ત કરનાર દંપતિઓ વતી પ્રતિનિધિ તરીકે તમામ દંપતિઓની લાગણી વ્યકત કરતાં ભુજના વતની બ્રિજેશભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, ડો.કમાણી અને ડો. ઋચા મેડમનો અમો આભાર માનીએ એટલો ઓછો છે. અમે પ્રથમ ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તેમણે અમને બે બચ્ચા આપ્યા. બીજો આભાર ડો.કમાણી અને ડો. ઋચા મેડમનો માનીએ છીએ. તેમણે અમને બે બાળક આપ્યા. અમોને ડિવેરામાં પ્રથમ મુલાકાતથી જ વિશ્વાસ બેસી ગયો હતો. ડિવેરામાં બન્ને તબીબોના પ્રેમ અને પારિવારીક વાતાવરણ અમોને ખુબ જ યાદગાર રહેશે. આજે જયારે ડિવેરા આઇવીએફની કાયમી કલીનીક ગાંધીધામ ખુલી રહી છે ત્યારે અમો તમામ સંતાન પ્રાપ્ત કરનાર ડિવેરા પરિવારને કચ્છના વતનીઓ વતી શુભેચ્છા પાઠવીએ છીએ. બન્ને ડોક્ટર આવા જ પ્રેમ અને કુશળતાથી કચ્છીઓની સેવા કરતાં રહે. ગાંધીધામ માં  હોસ્પિટલ ખાતે શરૂ થતી નવી ડિવેરા આઈવીએફને ખુબ ખુબ સફળતા મળે તેવી અમારા સૌ કચ્છી પરિવારોની શુભેચ્છા. સાથે સાથે બ્રિજેશભાઈએ કચ્છી નિઃસંતાન દંપતિઓને અપીલ કરતાં કહ્યું છે કે, ડિવેરા આઇવીએફમાં નિઃસંતાન દંપતિઓએ નિઃસંકોચ વિનામૂલ્યે નિદાન કેમ્પ લાભ લેવો જોઇએ. કેમ્પમાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન માટે હેલ્પલાઇન નંબર ૯૦૨૩૨ ૧૮૧૯૦ અથવા ૬૩૫૯૨ ૭૧૮૯૬ ઉપર સંપર્ક કરવો.
--------

Comments

COMMENT / REPLY FROM