રાજવી ફાટકથી ખોડિયાર નગર સુધી દબાણો સામે ચોથો રાઉન્ડ શરૂ
રાપરીયા હનુમાનથી ગોપાલપુરી સુધી ૧૦૦થી વધુ દબાણો હટાવાની કાર્યવાહી : અગાઉના ત્રણ રાઉન્ડમાં ૩૮૧થી વધુ ગેરકાયદે દબાણો તોડી પાડાયા
ગાંધીધામ : શહેરમાં જાહેર સુવિધાઓ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તેના ભાગરૂપે રાજવી ફાટકથી ખોડિયાર નગર વિસ્તારમાં ચોથા રાઉન્ડની દબાણ હટાવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રાપરીયા હનુમાન મંદિરથી ગોપાલપુરી વિસ્તાર સુધી
પાણીની એક્સપ્રેસ લાઈન ઉપર આવેલ ૧૦૦થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ત્રણ રાઉન્ડ દરમિયાન કુલ ૩૮૧થી વધુ ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ તમામ દબાણો મહત્વની પાણીની એક્સપ્રેસ લાઈન ઉપર હોવાના કારણે શહેરના પાણી પુરવઠા તેમજ જાળવણી કામગીરીમાં ગંભીર અડચણો સર્જાઈ રહી હતી.
ચોથા રાઉન્ડની કાર્યવાહી દરમિયાન ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ય્ડ્ઢછ (ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી) તથા ઁય્ફઝ્રન્ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે દબાણો હટાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.મનપા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર રસ્તા, લાઈન, નાલા અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી શહેરની મૂળભૂત સુવિધાઓમાં કોઈ અડચણ ન આવે.

Comments