કંડલામાં ડિઝલ ટેન્કર ઝડપાયાના કાંડમાં લાખોનો તોડ ખાખીના કયા ભગીરથ મોરલાઓ કળા કરી ગયા?
સી.સસ....કોઈને કહેતા નહી..!
દેશના મહાબંદરો પર આવતા લીકવીડ કાર્ગોમાં ગાલમેલની ઘટનાઓ વચ્ચે નવો ફણગો : અમુક ભ્રષ્ટ ખાખીધારીઓને સાંચવો અને જે ચોરી-તસ્કરી-હેરફેર કરવી હોય તે કરો
જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં પકડાયેલા ૧૦૦ લીટરના ડિઝલનાઆધાર-પુરાવા વિનાના શંકાસ્પદ જથ્થામાં દાળ કોણે કાળી કરી? કયા પેટે ૩૦ લાખથી વધુની રકમ સેરવાઈ લીધી? કોણ કરાવશે તપાસ?
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના કંડલા-મુંદરા કચ્છમાં કાર્યરત છે. આ બંદરો પરથી વિદેશથી મોટી માત્રામાં અલગ અલગ પ્રકારના લીકવીડ આવી રહ્યા છે અને તે બંદર પર આવતા લીકવીડને દેશના અન્ય વિસ્તારો સુધી પહોચાડવા ટેન્કર-વાહનોની હેરફેર કરવામા આવતી હોય છે. આ પ્રકારે હેરફેર થઈ રહેલા વાહનો પર રીતસરની લુંટ ચલાવાતી અમુક ટોળકીઓ કંડલા-ગાંધીધામ સહીતમાં સક્રીય બનેલી છે તે જગજાહેર જ છે છતા પણ આવા તેલચોરી ટોકળીના કારનામાઓ પર ધાક બેસાડતી કાર્યવાહી કરવાના બદલે અમુક બની બેઠલા ભ્રષ્ટ ખાખીધારીઓ ખુદના ગજવા જ ગરમ કરી રહ્યા હોવાની ચકચાર પણ સમયાંતરે સામે આવતી રહે છે. દરમ્યાન જ આવી જ એક ઘટના હાલમાં ફરીથી ટોક ઓફ ધી ટાઉન બની જવા પામી હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં કંડલામાંથી અંદાજીત ૧૦૦ લીટર ડિજલ ભરેલું એક ટેન્કર પકડાયુ હતુ. આ ડીઝલના જથ્થા બાબતેના સાધનિક જરૂરી દસ્તાવેજી પુરાવાઓ રજુ થઈ શકયા ન હતા તેમ પણ મનાય છે. ગેરકાયદેસર આ રીતે ફરી રહેલ ડીઝલનુ ટેન્કર એક જ લાગતુ હશે પરંતુ હકીકતમાં આવા અગાઉ કેટકેટલા ડિજલના ટેન્કરો નીકળી ગયા, આ ડીઝલ આવ્યુ કયાંથી? ચોરાઉ ડીઝલ ખરીદે કોણ છે?
આ બધાયની સિન્ડીકેટ જો કડક અને તટસ્થ તપાસ થઈ હોત તો કદાચ બહાર આવી જાય અને એક મોટુ નેકસસ ખુલવા પામી જાય તેવી સંભાવનાઓ પર ટેન્કર પડકનાર શખ્સોએ એક યા બીજી રીતે પડદો જ પાડી દીધો હોવાનુ ચર્ચાય છે. એટલું જ નહી પરંતુ આખાય નેટવર્કનો ભાંડાફોડ ન થાય, મામલો દબાવી દેવાય તે માટે ખાખીના શખ્સોએ ૩૦ લાખ જેટલી મોટી તોડ પણ કરી લીધી હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં કયા અધિકારીઓના નામે કયા ભ્રષ્ટ બની બેઠેલા ખાખીધારીઓએ આ તોડ કરી છે? કયા મોરલાઓ કળા કરી ગયા છે? ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવશે તો આ પ્રકરણમાં ઘણું બધુ બહાર આવી શકે છે? ઉપરાંત ખાખીના ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવી અને તેમના નામે આ રીતે તોડ-પાણી કરતા ફરી રહ્યા છે? તેવુ તો નથી ને?

Comments