Trending News
સ્થાનિક સમાચાર

તો ગાંધીધામ સંકુલમાં પણ નલ સે જલ કૌભાંડના થાય મોટા કડાકા-ભડાકા

02 February

કાર્યદક્ષ કમિશ્નરશ્રી ગુરવાણી વક્રદ્રષ્ટી કરે



કમિશ્નરશ્રી ફેર તપાસ કરાવે તો ૩૩ કરોડની ગ્રાન્ટ પાણીમાં જ ગઈ હોવાનો થશે ખુલાસો : પાઈપલાઈનો આડેધડ બીછાવી દેવાઈ છે પરંતુ શહેરના સેકટર વન-એ સહિતના વિસ્તારોમાં કયાંય વાલ્વથી જોડાતો જ નથી દેવાયા, માત્ર કાગળ પર જ કામો થઈ ગયા, તેના બીલો મંજુર કેમ થઈ ગયા? કરોડોના કામોનું ઈન્સપેકશન કોણે કર્યુા? આવા અડધા અધુરા કામોની એનઓસીનગરપાલિકા સમયકાળમાં કોણે આપી છે? આ બધાયની સામે તપાસ કરી, અને ફોજદારી રાહે જ લાલઆંખ કરવી ઘટે

શહેરમાં કેટલાક સ્થળાએ અન્ય કામોની લાઈનો હાલમાં ખોદાયેલી છે, ત્યાં પણ જોવાશે તો પાઈપો નીકળેલા જોવા મળી આવશે, તેમા પણ જોડાણો દીધેલા નથી અને મેઈન લાઈનો પણ તેમાં આપેલ નથી તેમ છતા પણ કોઈજ પગલા લેવાતા નથી?

ગાંધીધામમાં નલ સે જલના અગાઉ જે કામો થયેલા છે તેમાં રહેલી બેદરકારીની તપાસ કમિશ્નર કેમ કરાવતા નથી? છત્તે પાણીએ શહેરીજનોને પાણી માટે ભોગવવો પડી રહ્યો છે તલસાટ


ગાંધીધામ : ગુજરાતમાં નલ સે જલ યોજનામાં ગેરરીતી થવા પામી હોવાની ફરીયાદો વિવિધ ક્ષેત્રોમાથી ઉઠતી જ રહી છે. અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તાજેતરમાં જ નલ સે જલ કૌભાંડમાં કોન્ટ્રાકટર સહિતનાઓની સામે કરેલી લાલઆંખ ભરી કાર્યવાહી નલ સે જલ હકીકતમાં નળ સે છળ જ બની રહી હોવાની વાતને પણ પુષ્ટી આપવા માટે પુરતી છે. 
રાજયમાં ઠેર ઠેર નલ સે જલ યોજનામાં માત્ર કાગળો પર કામ બતાવી કરોડો રૂપિયાના ગોટાળા આચરાયા હોવાની કાર્યવાહી થવા પામી જ રહી છે. આવા સમયે પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં પણ જો આ બાબતે ક્રોસ વેરીફીકેશન કરવામ આવશે તો અહી પણ ૩૦ કરોડથી વધુની ગ્રાન્ટ-રકમ નલ સે જળ માટે ફાળવાઈ છે તેમાં માત્ર અને માત્ર આર્થીક ભોપાળાઓ જ તે વખતે આચરાયા છે. કાગળ પર જ કામો દેખાડયા હોવાનુ કહેવાય છે. વાલ્વથી જોડાણો જ નથી આપવામા અવ્યા તો પછી નળ થી જળ ગાંધીધામમાં ઘરો ઘર આવશે કયાથી? ભોગગ્રસ્ત સહિત સકુલના જાણકારો કહે છે કે જો મનપાના વર્તમાન કાર્યદક્ષ કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી આ બાબતે જાત તપાસ કરાવશે તો નગરપાલિકાના સમયકાળમાં નલ સે જલ યોજનામં મોટા પ્રમાણમાં ભોપાળા જ આચરાયા હોવાનુ ખુલશે. જો આ બાબતે ગંભીર તપાસ હાથ ધરવામા આવશે તો ગાંધીધામમાં પણ ખુલશે મોટી પોલમપોલ.રાજ્ય સ્તરે તપાસ વેગ પકડતાં હવે સ્થાનિક સ્તરે પણ અનેક પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થપાઈ તે પહેલા  નલ-કનેકશન અને વાલ્વા ઇન્સ્ટોલેશન અંગે લાંબા સમયથી લોકોમાં રોષ છે. જાણકારોકહી રહ્યા છે કે નલ સે જલ યોજના અંતર્ગત પાઈપલાઈનો ઠેર ઠેર પાથરી દેવામા આવી છે પરંતુ તેના વાલ્વથી જે જોડાણો આપવા જોઈએ તે જ નથી લગાવાય. સંકુલના સેકટર વન-એ સહિતના વિસ્તારોમાં આવા જોડાણો આપવામાં આવ્યા જ નથી. તો વળી અનેક વિસ્તારોમાં વાલ્વા જ લગાડવામાં આવ્યા નથી, કનેકશન મુળ વાલ્વથી જ કેટલાય વિસ્તારોમાં અપાયા જ નથી, તો પાણી પહોચશે કેવી રીતે? અહી તપાસ કરવાની જરૂર છે કે આ મુજબના થયેલા કામોનું ઈન્સપેકશન કોણે કર્યુ? થર્ટ પાર્ટી ચકાસણીઓ કોણે કરી અને આ કામો પેટેના કરોડોના બીલો મંજુર કરનાર કોણ હતુ? કાગળો પર બતાવાયેલા કામ અને હકીકતમાં થયેલા કામ વચ્ચે મોટો તફાવત હોવાનું જનમાનસનું માનવું છે.જો ગાંધીધામમાં પણ મોટી એજન્સી ત્રાટકી અને આ બાબતે તપાસ કરશે તો અનેક ઠેકેદારો, સપ્લાયરો અને સંકળાયેલા અધિકારીઓની પોલ ખુલવાની સંપૂર્ણ સંભાવના છે. જનહિતના કામમાં ભ્રષ્ટાચાર સહન ન કરવો ઘટે. નલ સે જલ જેવી જાહેર કલ્યાણકારી યોજના લોકો સુધી શુદ્ધ અને નિયમિત પાણી પહોંચાડવા માટે છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થાય તો તેનો સીધો ફટકો સામાન્ય નાગરિકને પડે છે.

Comments

COMMENT / REPLY FROM