આધોઈ સોપારીકાંડ માં નવા ફણગાં ફુટયાં : અંતે ઝોન પ્રશાસને સીસીટીવી આપતા નવી કડીઓ સામે આવી.!
રાજેશ ઉર્ફે કીર્તી- આનંદ-મહાદેવ ટોળકી આવશે સાણસામાં!
દોઢ કરોડના સોપારી પ્રકરણમાં લાંબા સમય બાદ ઝોન પ્રશાસને તપાસનીશ પોલીસતંત્રને સીસીટીવી ફુટેજ આપતા એન્ટ્રી-એકઝિટના સબંધીત વાહનના દ્રશ્યો મળતા તપાસમાં મજબુત પુરાવાઓ ઉમેરાયા : હવે સબંધીતોને નોટીસ ફટકારવાની આદરાઈ કાર્યવાહી
આ ડન્ટેઈનરમાં ફ્કત સોપારી હતી કે, પછી બીજુ પણ સંડાસ્પદ હતુ
ગાંધીધામ : કચ્છમાં પ્રથમ મુંદરા અને તે બાદ કાસેઝથી ગેરકાયદેસર રીતે ડીટીએ એટલે કે ઓપન માર્કેટમાં પહોચી ગયેલી દોઢ કરોડની સોપારીના દાણચોરી પ્રકરણનો કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાની ટીમે જાગૃતી દાખવી અને ભચાઉના આધોઈ પાસે મુદામાલ સાથે સાત શખ્સોને દબોચીને ખુલાસો કરી દીધો હતો. વિદેશી કન્ટેઈનર હોવા ઉપરાંત પણ સ્થાનિકમાં આ દાણચોરીયુકત સોપારી બહાર આવી જતા તેને લઈને રીતસરનો હડકંપ જ મચી જવા પામ્યો હતો.
પ્રથમ તબક્કે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આ કેસમાં દોઢ કરોડની સોપારી, વાહનો, સાથે સાત શખ્સોને પકડી જેલહવાલો કરી દીધા હતા. પરંતુ ડીસેમ્બરના અંતમાં મુંદરાથી કાસેઝમાં આવ્યા બાદ આ ટ્રેઈલર આધોઈ સુધી પહોચી જવા પામતા કઈક સવાલો ઉભા થવા પામી ગયા છે. આ પ્રકારનુ કન્ટેઈનર કાસેઝમાથી બહાર નીકળી જ કેમ શકે? કયા યુનિટમાથી બહાર આવ્યુ? કોની કોની મદદગારીથી બહાર નીકળી ગયુ? અને તે ઉપરાંત આવી રીતે અગાઉ કેટકેટલી વાર ડયુટીચોરી કરોડોની કરવામાં આવી છે? સૌથી મોટો સવાલ હતો કે , કાસેજના કયા યુનિટમાથી આ જથ્થો નીકળ્યો હતો? પાછલા લાબા સમયથી આ તપાસ પર બ્રેક જ લાગી જવા પામી હતી પરંતુ તપાસનીશ પોલીસ ટીમના સત્તાવાર સાધનોમાથી મળતી માહીતી અનુસાર પોલીસતંત્રને કાસેઝ પ્રશાસન દ્વારા મંગાયેલા સીસીટીવી આપવામાં આવી ગયા છે અને તેમાં એન્ટ્રી તથા એકિઝટના સીસીટીવી ફુટેજની ચકાસણીઓ થવા પામી ચુકી છે. જેમાં ઝડપાયેલ ટ્રકની એન્ટરી અને એકઝીટ થવા પામી હોવાનુ ફલિત થતુ જોવા મળી રહ્યું છે. જો આ વાત સાચી જ છે તો હવે પોલીસતંત્રને તપાસમાં મજબુત પુરાવા તપાસ આગળ ધપાવવા માટે હાથ લાગી ગયા છે. હવે એન્ટ્રી અને એકિઝટ બાદ દાણચોરી યુકત સોપારી કયા યુનીટમાથી બહરા આવી છે? ત્યા સુધી જ તપાસનો રેલો સાધનિક રીતે આગળ ધપાવવાનો થાય છે? આટલુ મળી જશે તો આ કાંડ રાજેશ ઉર્ફે કીર્તીએ જ આચર્યુ હોવાનુ તથા અગાઉના મળીને કરોડોના અલગ અલગ પ્રકારના આવા દાણચોરીના કારનામાઓ તેને આચરાયા હોવાનુ પણ સરળતાથી ખુલી જશે. આ ઉપરાંત રાજેશ ટોળકી સાથે કસ્ટમના ભ્રષટ્ બાબુઓ તથા ગેટ પરના પણ ભ્રષ્ટ તત્વો કોણ કોણ હતા? તેના ચહેરાઓ પણ સમો આવવા પમાી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, એન્ટ્રી-એકજિટમાં આ વાહન દેખાયુ છે ત્યારે હવે પોલીસતંત્રએ વિવિધ લાગતા વળગતાઓને નેાટીસની ફટકાર આપવાનુ પણ શરૂ કરી દીધુ છે અને તેથી જ હવે આધોઈ સોપારી કાંડમાં નવા નવા ફણગાંઓ તપાસ જેમ જેમ આગળ ધપશે તેમ તેમ ખુલવા પામે તો નવી નવાઈ નહી કહેવાય.
..................
કચ્છ બોર્ડર રેન્જની ટીમ યુપી ભણી વેળાસર આદરે તપાસ
રાજેશ ઉર્ફે કીર્તી મુળ યુપીનો છે, લાંબા સમયથી કચ્છ-કાસેઝ-મુંદરામાં પડયો પાથર્યો રહે છે, રાજેશને દબોચો તો સોપારી કાંડ સિવાયના પણ કઈક મોટા દાણચોરી પ્રકરણો અને સિન્ડીકેટનો ચહેરો થશે બેનકાબ
ગાંધીધામ : આધોઈના સોપારી કાંડમાં કાસેઝની કડી અને તેમાં પણ રાજેશ ઉર્ફે કીર્તી નામના શખ્સની ભુંડી ભુમીકા સતત ચર્ચામાં આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ રાજેશ યુપીનો છે અને લાંબા સમયથી કચ્છમાં પડયો પાથર્યો રહે છે. તે સોપારી જેવા તો વિવિધ વસ્તુઓના દાણચોરી પ્રકરણોને અંજામ આપતો જ રહે છે. હવે જયારે સીસીટીવી ફુટેજ મળ્યા છે પોલીસને અને આશંકા અનુસાર સમર્થન પણ મળતું જોવાય છે ત્યારે પોલીસતંત્રએ વિના વિલંબે એક ટીમને યુપી મોકલી દેવી જોઈએ અને રાજેશ ઉર્ફે કીર્તી તરફ તપાસનો ગાળીયો વેળાસર લબાવવો ઘટે.

Comments