કંડલા-મુન્દ્રા બંદર પરના દાણચોરો પર બજેટમાં કસાયો શકંજો
વિદેશથી આવતા કન્ટેનરોના ૧૦૦% એક્ઝામિનેશનનો પ્રસ્તાવ, સ્મગલિંગ પર કડક નિયંત્રણની તૈયારી
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે યુનિયન બજેટ ૨૦૨૬-૨૭ સંસદમાં રજૂ કરતી વખતે દેશના બંદરોને લઈને એક
મહત્વપૂર્ણ અને કડક પગલું જાહેર કર્યું છે. બજેટમાં વિદેશથી આવતા તમામ કન્ટેનરોનું ૧૦૦ ટકા એક્ઝામિનેશન (સ્કેનિંગ/તપાસ) કરવાની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ અમલમાં આવે તો કચ્છ જિલ્લામાં કાર્યરત કંડલા પોર્ટ (દિનદયાળ
પોર્ટ) અને મુન્દ્રા બંદર સહિત દેશના મુખ્ય બંદરો પર વર્ષોથી ચાલી રહેલી દાણચોરી, મિસ-ડિક્લેરેશન અને ગેરકાયદેસર આયાત-નિકાસ પ્રવૃત્તિઓ પર મોટો અંકુશ આવી શકે છે.
બજેટમાં સૂચવાયેલા ૧૦૦% કન્ટેનર એક્ઝામિનેશનના નિર્ણયથી હવે દરેક કન્ટેનરનું સ્કેનિંગ, ચકાસણી અને દસ્તાવેજી તપાસ ફરજિયાત બનશે, જેના કારણે દાણચોરી કરનાર તત્વો માટે રસ્તા બંધ થવાની
શક્યતા છે.
......................
ટેક્નોલોજી આધારિત કડક વ્યવસ્થા
આ યોજના અંતર્ગત આધુનિક હાઈ-એન્ડ સ્કેનર્સ છૈં આધારિત ડેટા એનાલિસિસ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ સેન્ટ્રલાઇઝ્ડ મોનીટરિંગ વિકસાવવાની પણ તૈયારી હોવાનું બજેટના સંકેતો
પરથી સ્પષ્ટ થાય છે.
..................
કચ્છના બંદરો પર વિશેષ અસર
આ પ્રસ્તાવનો સૌથી મોટો અસરકારક ફાયદો કંડલા પોર્ટ મુન્દ્રા બંદરજેવા વ્યસ્ત અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા બંદરો પર થશે. અહીં વિદેશી કન્ટેનરોની મોટી આવક હોવાના કારણે લાંબા સમયથી ગેરરીતિઓ અંગે ફરિયાદો થતી રહી છે.૧૦૦% સ્કેનિંગ અને તપાસથી ગેરકાયદેસર આયાત-નિકાસ અટકશે સરકારની આવકમાં વધારો થશે કસ્ટમ્સ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટિએ પણ મજબૂત નિયંત્રણ સ્થાપિત થશે
....
દાણચોરી સામે મોટું પગલું
કન્ટેનરોના ૧૦૦% એક્ઝામિનેશનનો પ્રસ્તાવ દેશના
વેપાર તંત્રમાં દાણચોરી સામેનું અત્યાર સુધીનું સૌથી કડક પગલું માનવામાં આવી રહ્યું છે. જાણકારોનું માનવું છે કે આ નિર્ણયથી ભારતના બંદરો વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનશે.
...............
મિસ-ડિક્લેરેશન અને સ્મગલિંગ પર બ્રેક
હાલ સુધી અનેક બંદરો પર પૂરતા પ્રમાણમાં સ્કેનિંગ અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે માલની મિસ-ડિક્લેરેશન ખોટા દસ્તાવેજો, અંડરવેલ્યુએશન, પ્રતિબંધિત ચીજવસ્તુઓની દાણચોરી, જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા હતા.

Comments