Trending News
સ્થાનિક સમાચાર

આધોઈના આંતરરાજય સોપારીકાંડમાં તપાસ કેમ ઠંડાબક્ષામાં? ઝોન પ્રશાસન-કસ્ટમ કોને-કોને બચાવવાના આદરે છે પેંતરા!

01 February



સીસીટીવી ફુટેજ આપવામાં ઝોનના જવાબદારો કોની લાજનો તાણી રહ્યા છે ધૂમટો? કઈ ખાનગી માહીતીઓ લીક થવાની છે? દાણચોરીયુકત સોપારીની ટ્રક બહાર નીકળી છે, તેના જ ફુટેજ આપવાના છે, તેમાં કેમ સહકાર-સહયોગ નથી અપાતો?

કયાંક ને કયાંક એવુ તો નથી ને કે હથિયાર-દારૂગોળોકે ડ્રગ્સ અહી આવી ગયુ અને અહીથી નીકળી ગયુ? સોપારીની આડમાં કોઈ ગંભીર હલચલ તો નથી આદરાઈ ગઈ ને જેને દબાવવાના થઈ રહ્યા છે પ્રયાસ?

સવાલ સવામણનો : દોઢ કરોડની સોપારી કાંડમાં ૭-૭ આરોપીઓ પકડાયા બાદ પણ કાસેઝમાં કયાથી આ સોપારી નીકળી, કોના કહેવાથી? યુનિટ માલીક કોણ? સહિતની વિગતો ન મળવી બની રહી છે ચર્ચાનુ કારણ તો વળી કાસેઝની કડી હોવા ઉપરાંત ર૦દીવસ થયા બાદ પણ સીસીટીવી ફુટેજની માહીતીઓ સાર્વજનિક ન થવા પાછળ પણ સર્જાયા છે વિવિધ આવરણ

રાજેશ ઉર્ફે કીર્તી-આનંદ-મહાદેવ સહિતનાઓના ન માત્ર સોપારી પ્રકરણો બલ્કે તે સિવાયના અનેકવિધ દાણચોરી-ડયુટીતસ્કરીના કારનામાઓ પર પડદો પાડવા કયા પરિબળો કરી રહ્યા છે કામ? : દોઢ કરોડની સોપારી ઝડપાયાની ઘટનાને પંદર દિવસથી વધુનો સમય થયો છતા હજુ સુધી સોપારી કયાંથી નીકળી? કોના કહેવાથી બહાર ગઈ? અગાઉ કેટકેટલી વખત બહાર સરકી ગઈ છે? તે સહિતના સવાલો રહી ગયા છે નિરૂત્તર : શું બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમ કાસેઝ તપાસમાં ટુંકી પડી રહી છે કે પછી કાસેઝ-કસ્ટમ તંત્ર તપાસમાં નથી આપી રહ્યું સહયોગ? 


ખાટલે મોટી ખોટ : સોપારીનો જથ્થો કાસેઝમાંથી કોણે પગ કરાવ્યો? આ જથ્થો કોનો હતો? ક્યાથી આવ્યો હતો? તે સહિતના પ્રશ્નોનો જવાબ આપવા કોઈ તૈયાર નથી.તેેનું કારણ શું? માત્ર કાસેઝના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગવામાં આવ્યા છે, ત્યાં આવીને કેમ તપાસ પર લાગી ગયો છે બ્રેક? રેન્જ આઈજીની ટીમ પાસે તપાસ હોવા છતાં પણ રાજ્યવ્યાપી જણાતાં વધુ એક સોપારી કાંડમાં ચુપકીદી વધુ અકળાવનારી બની રહી છે?


ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ પાસે ગેરકાયદેસર રીતે આયાત કરેલી દોઢ કરોડની સોપારીના જથ્થાને કચ્છ બોર્ડર રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમ દ્વારા આધોઈ પાસેથી પકડી પાડવામા આવી હતી. પોલીસ તબક્કે આ કેસમાં આરંભે તપાસ ખુબજ ઝડપી ચાલીહતી, અને આ સોપારી પ્રકરણથી સંકળાયેલા શખ્સોને મુદામાલ સાથે પકડી પાડયા અને તેમના રીમાન્ડ પણ મેળવાઈ ગયા અને જેલ હવાલે કરી દેવામા આવ્યા છે. આ સોપારીનો જથ્થો મુંદરામાં રપમી ડીસેમ્બરે ઈન થયુ, ર૮મીએ તે ત્યાથી આઉટ થયુ, કાસેજમાં આ કન્ટેનર કોઈ યુનિટમાં આવ્યુ અને અહીથી જ આધોઈ સુધી પહોચ્યુ હોવાની પ્રાથમિક વિગતો તપાસનીશ એજન્સીના હાથમાં આવી ગઈ હોવા છતા પણ કાસેઝ સુધી આ તપાસ પહોચ્યા બાદ હવે તેના પર જાણે કે ઠંડુ પાણી જ રેડાઈ ગયુ હોય તેમ કોઈ ખાસ કાર્યવાહી થતી ન હોવાથી જાણકારવર્ગમા પણ અલગ અલગ પ્રકારના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. અંતરંગ વર્તુળોમાં થતી ચર્ચાઓ અનુસાર કચ્છમાંથી ગેરકાયદે આયાત કરેલી એક કરોડની સોપારી અમદાવાદ લઈ જવાતી હોવાના કૌભાંડનો 
પર્દાફાશ રેન્જ આઈજી સ્કવોડે કર્યાના એક પખવાડીયાથી  વધુના દિવસો વીતી ગયા છતા તપાસ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે.આ સમગ્ર કેસમાં ઝોન પ્રશાસન કે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનીશ પોલીસતંત્રને તપાસમાં સહયોગ આપવમાં કેમ ઠાગાઠૈયા કરાતુ હોય તેમ દર્શાય છે.? નહી તો સીસીટીવી કેમેરા તો દરેક યુનિટના ફરજીયાત રાખવાનો આદેશ કોમર્સ મીનીસટ્રી દ્વારા જ પરિપત્ર મારફતે જ તમામ સેઝને આપી દેવાયા છે. તો પછી આટલા બધા દીવસ બાદ પણ કાસેઝ-કસ્ટમ વિભાગ પોલીસને સીસીટીવી ફુટેજ ન આપી શકે? તેની પાછળનુ રહસ્ય શું હોઈ શકે? કર્ણાટક-કેરળ, મુંદરા-કંડલા-ભચાઉ-આધાઈ, અમદાવાદ સહિતના કઈક કનેકશનો આ કેસમાં પ્રાથમીક તપાસમાં જ જોડાઈ જવા પામ્યા છે. તો પછી હવે મુખ્ય સવાલો જેવા કે, આ સોપારીનો જથ્થો કાસેજમાં કયા યુનિટમાં જવાનો હતો? મંગાવનારા કોણ કોણ છે? કાસેઝમાથી ટ્રક બહાર નીકળી ગઈ તો કોની કોની મદદગારીથી આ રીતે ગેરકાયદેસર રીતે આ કન્ટઈનર ભરેલ ટ્રેઈલર બહાર નીકળી ગયુ? એ બધા જ સવાલોના જવાબો કેમ હજુ સુધી નિરૂત્તર રહ્યા છે? આ દીશામાં તપાસ શા માટે કડકાઈથી આગળ નથી ધપતી?સોપારીની હેરાફેરી કરનારાં કચ્છના અને ખરીદી કરવા આવેલા અમદાવાદનાબે શખ્સો સહિત સાત 
આરોપીની પૂછપરછ બાદ તપાસ અચાનક જ જાણે ઠંડી પડી ગઈ હોય તેમ દર્શાયા છે. તપાસને કયા પરીબળો મારફતે શેની અવેજીમાં ઠંડાબક્ષામાં નાખી દેવામા આવી છે?

Comments

COMMENT / REPLY FROM