Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં આંગણવાડી પોષણ અભિયાનમાં ૧પ૦૦૦ નવા લાભાર્થીઓનો સમાવેશ કરાયો

31 January



ભુજ - કચ્છઉદય : કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના લાભાર્થીઓનું કવરેજ વધારવા માટે આદરેલી ઝુંબેશને સફળતા મળી છે.  એક મહિનામાં અંદાજિત ૧૫,૦૦૦ નવા લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઘર - ઘર જઈને જન જાગૃતિનો અભિગમ હાથ ધરવામાં આવ્યું છે. બાળકો અને સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય તેમજ પોષણ માટે સરકારની યોજનાઓ કેટલી અનિવાર્ય છે, તે અંગે સમજણ આપી તેમને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
પોષણ ટ્રેકર પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. નવા નોંધાયેલા તમામ ૧૦,૦૦૦ લાભાર્થીઓની વિગતો પોષણ ટ્રેકર એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવી છે, જેથી તેમને મળતા પોષણ અને સેવાઓનું ડિજિટલ મોનિટરિંગ કરી શકાય અને યોજનાનો સીધો લાભ તેમના સુધી પહોંચાડી શકાય.
આધારકાર્ડ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે લાભાર્થીઓ પાસે આધારકાર્ડ ન હોવાને કારણે યોજનામાં જોડાવામાં મુશ્કેલી પડતી હતી, તેમના માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ૪૦૮૪ બાળકોનાં નવા આધારકાર્ડ બનાવવામાં આવ્યા તેમજ ૬૩૮૦ લાભાર્થીઓના આધારકાર્ડમાં સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી. જેથી કોઈ પણ પાત્રતા ધરાવતો લાભાર્થી યોજનાથી વંચિત ન રહી જાય. આગામી સમયમાં કુપોષણ મુક્ત અભિયાન વધુ વેગ મળશે. છેવાડાના બાળક સુધી સરકારી સહાય પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
----

 

Comments

COMMENT / REPLY FROM