Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારીની બેઠક યોજાઈ 

31 January


ભુજ - કચ્છઉદય : અહીંના ઉમેદભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રવિણસિંહ વણોલના અધ્યક્ષ સ્થાને પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજદીપભાઈ દેવધરના નેતૃત્વમાં કારોબારી મીટીંગ યોજવામાં આવી હતી. કચ્છમાં યુવા કોંગ્રેસને મજબુત કરવા તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં યુવા કોંગ્રેસ સક્રિય રીતે ભાગ લે અને કચ્છમાં યુવાધન બરબાદ ન થાય તે હેતુંથી દારૂ ડ્રગ્સ વિરોધમાં ડ્રાઇવ ચલાવવા તેમજ સ્થાનિક રોજગારી પ્રશ્નો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવવા પ્રવિણસિંહ વણોલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.પ્રદેશ યુવા કોંગ્રેસના હોદેદારો મહામંત્રી આદિત્ય ઝુલા, ઉપપ્રમુખ અંજલીબેન ગોર, અબરાર સમા, નિતેશભાઇ લાલણ મંત્રી જોબ ઝન, સીનિયર કોંગ્રેસ હોદેદારોમાં જિલ્લા મંત્રી અને યુવા કોંગ્રેસ પ્રભારી ઉપેન્દ્રસિહ જાડેજા તેમજ રાણુભા જાડેજા, મહમદ જુગ જત, હુસેન રાયમા, રમેશ ગરવા, કિસાન કોંગ્રેસ ચેરમેન યોગેશભાઈ પોકાર, ભુજ તાલુકા પ્રમુખ લાખાજી સોઢા હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના તમામ નવનિયુક્ત હોદેદારોને નિમણૂક પત્રો અપાયા હતા. સંચાલન દિલીપભાઈ મહેશ્વરી અને આભાર વિધી વિશાલ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
----- 

Comments

COMMENT / REPLY FROM