Trending News
સ્થાનિક સમાચાર

તુણા પટ્ટામાં ડીપીએ-કંડલા દ્વારા દબાણો સામે અવિરત કાર્યવાહી પુરજોશમાં

31 January



ગત રોજથી તુણા વિસ્તારમાં મેગા ડીમોલીશન કાર્યવાહીનો ધમધમાટ : ડીપીએ-કંડલા એસ્ટેટ વિભાગ સહિતના અધિકારીઓની ટીમ ખડેપગે : અંદાજીત ૧૩પ૦ એકર જેટલી જમીન ખુલ્લી 
કરવાની કાર્યવાહી ચાલુમાં


ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરીટી કંડલા દ્વારા પોર્ટની જમીન પર થયેલા અતિક્રમણને દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છ. તુણા વિસ્તારમાં દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહીનો દોર જારી રાખવામા આવ્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈકાલ સવારથી જ મોટા પાયે દબાણો દુર કરવાની ઝુંબેશની કાર્યવાહી ચાલી રહી છે.  દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર ગત રોજથી ડીપીએ પ્રશાસન દ્વારા તુણા વિસ્તારમાં ડીપી વર્લ્ડની સામેના ભાગમાં આવા દબાણો-અતિક્રમણોને દુર કરવાની મેગા ડીમોલીશનની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ડીપી વલ્ડ સામેના ભાગમાં અંદાજીત ૧૩પ૦ એકર જેટલી જમીનમાં આ દબાણોને દુર કરવાનો મોટો વ્યાયામ હાથ ધરવામા આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM