Trending News
સ્થાનિક સમાચાર

વાલકા મોટામાં મોટી જાનહાની ટળી : રર૦ કેવીનો વિદ્યુત વાયર ખેતરમાં તુટ્યો 

31 January


એરંડાના ઉભા પાક પર વીજ વાયર પડતાં નાસભાગ મચી : સદનસીબે વાડીમાં કામ કરતા લોકો દૂર હોવાથી ખતરો ટળ્યો : વાડી વિસ્તારોમાં પસાર થતા હેવી વીજલાઈનના વાયરો બની રહ્યા છે મુસીબત 

ભુજ - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના વાલ્કા મોટા ગામ નજીક શનિવારે સવારે એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં ૨૨૦ કેવી ક્ષમતા ધરાવતી વીજ લાઈનનો તાર અચાનક તૂટીને ખેતરમાં પડી ગયો હતો. વીજ તાર સીધો એરંડાના ઉભા પાક પર પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, વાલ્કા મોટા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી પસાર થતી ખાનગી કંપનીની હાઈ ટેન્શન વીજ લાઈનનો તાર તૂટી જતાં ખેડૂતોમાં નાસભાગ મચી હતી. ઘટનાના સમયે ખેતરમાં કામ કરતા મજૂરો તથા અન્ય લોકો થોડા અંતરે હોવાથી કોઈ મોટી જાનહાની ટળી હતી. ખેતી પર આધારિત પરિવારો માટે આ પ્રકારની ઘટના આર્થિક રીતે મોટો ફટકો સાબિત થાય છે.
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક સંબંધિત વીજ કંપની તથા સ્થાનિક તંત્રને જાણ કરી હતી. વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો અને જોખમ ટાળવા માટે ખેતર આસપાસ અવરજવર રોકી દેવામાં આવી હતી. જો કે, લાંબા સમયથી આવી લાઈનોની મરામત અને સલામતી અંગે ફરિયાદો થતી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી તેવો ગણગણાટ સંભળાયો હતો. ખાનગી કંપની દ્વારા વીજ લાઈનોની નિયમિત તપાસ કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે. સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા ધોરણો કડક રીતે અમલમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Comments

COMMENT / REPLY FROM