Trending News
સ્થાનિક સમાચાર

દેશભરનાં ૯૧ મુમુક્ષોએ કોઠારા તીર્થે પધારી ગામની ધન્યધરાને પાવન કરી

30 January



કોઠારા - કચ્છઉદય : તારક તીર્થંકર પરમાત્માની ૧૧૯ કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી સમસ્ત જૈન સંપ્રદાયના ભારત ભરનાં ૯૧ મુમુક્ષોએ સાવલા એન્ડ લોડાયા ટુર્સના પ્રવિણભાઇ લોડાયાના આયોજન માર્ગદર્શનથી કચ્છની પંચતીર્થી તથા તીર્થોની સ્પર્શના કરતા અબડાસા મોટી પંચતીર્થીના કોઠારા તીર્થે પધારતા તેઓનું વાજતે-ગાજતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાધન-સંપન પરિવારોનાં આ મુમુક્ષુઓએ સંસાર ત્યજી સંયમ માર્ગ પસંદ કરી વૈરાગ્ય ભાવ પ્રાપ્ત થતાં દીક્ષા ગ્રહણ કરશે. એકી સાથે ૯૧ મુમુક્ષુઓ કોઠારા તીર્થે પહોંચતાં દીક્ષાર્થી અમર રહો. જિનશાસનનો જય જય કારના નાદોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ તથા અન્ય જૈન સંપ્રદાયોનાં ૯૧ મુમુક્ષુઓ કોઠારા તીર્થે પાવન પગલા કરતાં કોઠારા તીર્થની પાવન ધરા ધન્ય ધન્ય બની હતી. આ મુમુક્ષુઓને સંસાર અસાર લાગ્યો અને સંયમ નાં માર્ગના ભાવ થઇ ગયા. ૪થી જાન્યુઆરીથી આબુ,શંખેશ્વર, જીરાવલ્લા, ગિરનાર, ભદ્રેશ્વર તીર્થ, ૭૨ જિનાલય તીર્થે થઇ ૯૧ મુમુક્ષુએ અબડાસા પંચતીર્થીની યાત્રા કરી હતી.છેલ્લા ૩ વર્ષથી શ્રી પ્રવિણભાઇ લોડાયા દ્વારા મુમુક્ષુઓ માટે આવું આયોજન કરવામાં આવે છે. ૯૧ મુમુક્ષો કોઠારા તીર્થે શાંતિનાથ પ્રભુજીનાં અઢાર અભિષેક કાર્યક્રમ તેમજ રાત્રે ભાવનામાં ઉપસ્થિતિ આપી હતી. કોઠારા જૈન મહાજન દ્વારા મુમુક્ષુઓને સંયમ માર્ગ માટેની અનુમોદના સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
----

Comments

COMMENT / REPLY FROM