કચ્છ જિલ્લા ભાજપના નવા સંગઠનનું કોકડું કયાં અટવાયું?
પ્રદેશ કક્ષાએથી રાજયના વિવિધ જિલ્લાઓના નવા સંગઠનોની યાદીઓ થઈ રહી છે ધડાધડ જાહેર : રાજકોટ સહિતના નવા સંગઠનો રાજકીય ચર્ચાઓના સર્જી રહ્યા છે આવરણો : શું કચ્છમાં પણ કોઈ આમુળ ફેરફારોને લઈને પેંચ અટકી ગયો છે કે કેમ? કેસરીયા બ્રીગેડથી લઈ અને સૌ કોઈમાં જામી છે આંતરીક ચર્ચા
કઈક સત્તાલાલચુ ભુજની જગ્યાએ હવે માંડવીના ધક્કા ખાઈ રહ્યા છે, નારિયેળ લઈને જાય છે પણ સફળતા મળતી હોય તે જોવા મળતું નથી, તેમ છતાંય હદથી વધુ સત્તા મેળવવા ફાંફા મારી રહ્યા છે..!
ગાંધીધામ : ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે જિલ્લા સંગઠનોની જાહેરાતો કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ર૬મી જાન્યુઆરી સાંજથી વિવિધ જિલ્લાઓના નવા સગઠનના નામો સત્તાવાર રીતે જાહેર થવા પામી ગયા છે ત્યારે છેવાડાના કચ્છ જિલ્લામાં પણ રાજકિય આતુરતા વધારે ઘેરાઈ રહી છે. જિલ્લાના રાજકીય આંતરીક બેડામાં ચર્ચાઓ થવા પામી રહી છે કે, કચ્છ ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાતનું કોકડું કયાં અટવાઈ જવા પામ્યું છે? પ્રમુખશ્રીના ર૦ જેટલા નવા સભ્યોને લઈને બબ્બે વખત યાદીઓ મોકલી આપવામા આવી છે, નવા નામો મુકી દેવાયા છે, અન્ય જિલ્લાઓના નામો ઘોષિત થઈ રહ્યા છે, ત્યારે કચ્છ કેમ હજુ સુધી અઘોષિત? પ્રથમ નીર્વિવાદીત અથવા તો ઓછી ખેંચતાણો છે, અથવા તો જે જિલ્લાઓના હોદેદારોના નામોમાં કોઈ ખેંચતાણની સ્થિતી નથી ત્યાં પહેલા જાહેરાતો કરવામાં આવી રહી છે? જો એવુ હોય તો રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, રાજકોટ જિલ્લામાં તો ભારે ખેંચતાણ રહેલી હતી, છતા તેનું સંગઠન જાહેર કરી દેવાયું છે? શું કચ્છના હોદેદારોને લઈને કોઈ મડાગાંઠ ઉભી થવા પામી છે એટલે તેની જાહેરાત ઘોંચમાં પડી ગઈ છે? કે પછી તબક્કાવાર જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રત્નાકરજીના દીશા નિર્દેશો સાથે પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાક ક્ષાએ નામોની યાદી મોકલવામા આવી રહી છે? કે પછી આમુળ ફેરફારો કરવાની કોઈ યોજના હોય અને તેથી કચ્છના નવા સંગઠન માળખાની જાહેરાત વિલંબીત થઈ રહી છે? વાસ્તવિકતા જે હોય તે પરંતુ કચ્છમાં જેમ જેમ ઠંડીનો પારો નીચે ગગળી રહ્યો છે તેમ તેમ રાજકીય પારો સંગઠન માળખાની જાહેરાત વિલંબત થતા ઉચકાવવા પામી રહ્યો હોવાની સ્થિતી દર્શાય છે.
......

Comments