કંડલા પોર્ટ પર કોલસાના કાળા કારોબાર નો નવો કારસો : અમુક આયાતકાર અને ઠેકેદાર પાર્ટીની જ ગાલમેલની ગંધ
હવે તો અમુક ઈમ્પોર્ટસને જ મધ વાળી લાળ ચટાઈ ગયાની ચર્ચા.!
વિદેશથી આવતા કોલસાની ગુણવત્તામાં હેરફેર કરીને વાડાઓ બનાવીને મોટા પ્રમાણમાં ઉથલપાથલ કરવામાં આવતી હોવાના કારસ્તાનો તો અગાઉ બહુ જ સામે આવ્યાં, પરંતુ હવે તો તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે પોર્ટ વિસ્તારમાં જ અંદર માલની ગુણવત્તામાં ફેરફારો કરનારી કોલસા ચોર ટોળકીનું નેટવર્ક મોટું બની ગયું હોવાની ચર્ચા : આયાતકાર, તેની ઓથોરાઈઝડ લોડીંગ-અનલોડીંગ કરનાર એજન્સી, સીએચએ ઉપરાંત કોણ આ કોલસાના વિદેશ માલની કરે છે ચકાસણીઓ? કોઈ જ નહીં? તો પછી તો ખેડે એનું ખેતર જ બની ગયું કહેવાય ને...! : જાણકારોના સુચક સવાલો
ખાટલે મોટી ખોટ : ડીપીએ કંડલા પોર્ટ સેમ્પલીંગ-સર્વેની કામગીરીના આદેશ આપે, તો પણ ઘણુ બધુ થતું અટકી જશે : પર્યાવરણને નુકસાન ન થાય તે માટે કોલસાની ભુકક્કીમાં પાણી છાંટવાનો નિયમ છે, તેનો પણ કૌભાંડીઓ લઈ રહ્યા છે ગેરલાભ? તેની સામે પણ કરવી જોઈએ કડક લાલઆંખ : પાણી કોલસામાં વધારે નાખી દે, જયારે અન્ય રાજયમાં એન્ડ યુજર્સ પાસે કોલસો પહોચે તો પાણી નીકળી ગયુ હોવાથી માલની ઘટ્ટ આવે અને તેનો ભાર પણ ટ્રાન્સપોર્ટરસને જ ભોગવવાનો આવે છે વારો? કેમ આ બધાયનો સુખદ કડક ઉકેલ નથી શોધવામાં આવતો?
આયાતકારના અમુક કોલસાચોર આજુબાજુમાં પડેલ બીજીકંપનીનો માલ પણ ઉઠાવી લે છે. કોને ખબર.પડવાની જ હતી.! માત્ર એક ચોકીદારને જ તો ફોડવાનો રહે..!
વદેશથી ઈન્ડોનેશીયા, આફ્રીકા, તાન્જાનીયા, યુએસએથી કોલસો મોટા પ્રમાણમાં આવે છે, યુએસ કોલ ભઠ્ઠામાં સૌથી પ્રથમ ડીમાન્ડમાં છે, તેના ભાવ છે ખુબ ઉંચા, યુએસથી આવેલા કોલસામાં રાત્રીના સમયે કોઈ ૧૦૦૦ ટન માલ કાઢી અને તેમાં તાન્જાનીયાથી આવેલો સસ્તો માલ ભેળવી જાય તો કયાં કોઈને ખબર પડવાની જ હતી?
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના કંડલા-મુંદરા-તુણા જેવા બંદરો કચ્છમાં કાર્યરત છે. આ બંદરો પર ખાસ કરીને તુણા-કંડલામાં વિદેશથી કોલસાની મોટા પ્રમાણમાં આયત કરવામા આવી રહી છે. આ વિદેશી કોલસાનો જથ્થો એન્ડ યુજર્સ સુધી પહોચે તે પહેલા જ તેમાં ગાલમેલ કરી અને ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળસેળ કરી દેવો અથવા તો તદન નકામી કાળી ભુક્કી જ ભરી દેવામાં આવતી હોવાની ફરીયાદો લાંબા સમયથી સામે આવતી રહેતી હતી. કચ્છથી આ કોલસો નીકળ્યા બાદ ઠેર ઠેર માલ હેરફેરનાઅગાઉ વાડાઅ ધમધમતા હતા જેના પર તો કાર્યવાહી પણ કરવામં આવી રહી હતી અને તેથી જ કદાચ હવે કોલસા ચોરોએ કંડલામાં આ કાળા કારોબારને ધમધમાવવા માટે નવો કારસો રચી અને એક નવુ નેટવર્ક કોલસાચોરીનું ઉભુ કરી લીધુ હોવાની વાત ચર્ચાય છે અને તેમાં મરો થઈ રહ્યો છે કોલસાનું પરીવહન કરનારા નિદોર્ષ ટ્રાન્સપોર્ટરોને કે જેઓને આ કૌભાંડથી કોઈ જ લેવા દેવા પણ ન હોય..!
વાત સહેજ વિગતે કરીએ તો કંડલામાં વિદેશથી કોલસો અલગ અલગ દેશોમા જુદી જુદી ગુણવત્તાનો આવે છે. આફ્રીકાથી આવે, ઈન્ડોનેશીયાથી આવે, તાન્જાનીયાથી આવે, અને યુએસથી પણ આવે છે. યુએસથી જે કોલસો આવે છે તેની ડીમાન્ડ ભઠ્ઠાવાળાઓમા વધારો હોવાથી તેનો ભાવ ઉંચો હોય છે. જયારે અન્યનો પ્રમાણમાં તેનાથી અડધો ભાવ હોય છે. હવે કોલસો જયારે પોર્ટ પર ઠલવાયા છે ત્યારે આયાત કરનારાઓ દ્વારા પોતાની જ લોડીગ અનલોડીગ કરનાર ઠેકેદાર પાર્ટી નીમેલી છે અને પોતાનો સીએચએ રાખેલો છે. આ નેટવર્કવાળાઓ જયા યુએસ કોલ આવ્યો છે અને પ્લોટમાં પડયો છે તેમાથી સારો માલ ઉપાડી અને તાન્જાનીયાનો હલકો માલ પોર્ટમાં અને પોર્ટમાં જ ભેળવી દેશે તો કોને ખબર પડશે? આ માલ હેરફેર થઈ ગઈ અને જયારે ટ્રાન્સપોર્ટર તેને એન્ડ યુજર્સ પાસે પહોચાડશે ત્યારે ખ્યાલ આવશે કે ગુણવત્તામાં ફેરફાર કરાયો છે? એટલે મરો થાય ટ્રાન્સપોર્ટરનો. આર્થીક નુકસાની તેને જ ભોગવવી પડી રહી છે. એટલે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે કોલસાની ચોરી નવા કીમીયા સાથે જ ચાલી રહી હોવાનુ ચર્ચાય છે.
બીજીતરફ કોલસાના ટ્રાન્સપોર્ટરો દ્વારા વિવિધ વિષયોને લઈને હડતાળ પણ કરવામા આવી હતી અને તે અંગે જીજીટીએના હર્ષદભાઈ પ્રજાપતિની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી વિવિધ પડતર માંગણીઓ હતી, તેને લઈને ચેરમેનશ્રી કંડલાને અમે રજુઆતો કરી હતી, જેને માન્ય રાખવામાં આવતા આ હડતાળ અમે સંકેલી છે. કોલસના ટ્રાન્સપોર્ટરના ત્રણ સંગઠનો છે, અમારા સંગઠનના ટ્રાન્સપોર્ટરોનું બાય રોડ કામ વધારે હોય છે. કોલસાની ગુણવત્તાને લઈને પણ ટ્રાન્સપોર્ટરોને મોટી આર્થીક નુકસાની વેઠવાનો વારો આવતો હતો, તે સંદર્ભેને રજુઆતો કરાઈ છે અને તેને ઘટતું કરવામાં આવશે તેવી ખાત્રી ચેરમેનશ્રી તરફથી આપવામાં આવી હોવાથી ટ્રાન્સપોર્ટરના પ્રશ્નોમાં રાહત જોવા મળશે તેવો આશાવાદ શ્રી હર્ષદભાઈએ જણાવ્યુ હતુ.
..........
વિદેશી કોલ કૌભાંડના નવા કારનામાથી
ટ્રાન્સપોર્ટરો નો નીકળે છે ખોટો ખો
મિક્ષીંગ પોર્ટ એરીયામાં જ થાય છે, અને ઘર્ષણ ટ્રાન્સપોર્ટર તથા એન્ડ યુજર્સ વચ્ચે થાય, ભોગવવાનો વારો ટ્રાન્સપોર્ટોને જ આવે, માલમાં ઘાટી આવે, તો આર્થિક નુકસાની ટ્રાન્સપોર્ટસને જ ભોગવવી પડી રહી છે
ગાંધીધામ : કરે કોઈક અને ભરે કોઈકનો તાલ હવે ગાંધીધામ વિસ્તારમાં કાર્યરત કોલસાના ટ્રાન્સપોર્ટરોને પણ થવા પામી રહ્યો છે. કોલસાની જે રીતે મિક્ષીંગ પોર્ટ એરીયામાં આવી રહી છે, અને ત્યાથી જ હેરફેર કરી વાહનો બહાર નીકળે અને તે જયારે ગંતવ્ય સ્થળે પહોચે અને ખરીદનાર વેપારી તેની ચકાસણીઓ કરે ત્યારે માલમાં ઘટ્ટ આવે એટલે ઘર્ષણ ટ્રાન્સપોર્ટર સાથે જ કરવામા આવતુ હોય છે. ટ્રાન્સપોર્ટરે માલ વચ્ચે રસ્તામાં કાઢી લીધો તેમ કહી અને જે ઘટ્ટ આવે તેની ભરપાઈ પણ ટ્રાન્સપોર્ટરથી જ કરવામા આવી રહી છે. જયારે કે , હકીકતમાં પોર્ટ એરીયામાં જ પડેલા આ કોલસાના માલમાં હેરફેર-ગુણવત્તા બદલાવી નાખવામાં આવી રહી છે. આવામાં ટ્રાન્સપોર્ટરો માટે ત કરે કોઈક અને ભરે કોઈનો જ તાલ થવા પામી રહ્યો છે.
........
કંડલાના વર્તમાન ચેરમેન છે કડક - કાર્યદક્ષ :
તેમની લાલઆંખ થાય તો બધુ જ પાર પડે !
ગાંધીધામ : કોલસો વિદેશથી આવી રહ્યો છે તેની ગુણવત્તામાં જે ફેરફારો કરી દેવામા આવતી હોવાની સ્થિતી સામે આવી રહી છે અને તેમાં અનેકવીધ ટ્રાન્સપોર્ટરોને ખોટો આર્થિક મોટો ધુમ્બો વેઠવાનો વારો આવી રહ્યો છે તે બાબતે હકીકતમાં ડીપીએ કંડલાના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારસિંગે ખુદ ઉંડા ઉતરવાની જરૂર છે. તેઓ પ્રજાભિમુખ, આગવી કોઠાસુઝ ધરાવનારા કાર્યદક્ષ અધિકારી છે. તેઓ કંડલા પોર્ટ એરીયામાં આવી રહેલા કોલસના જથ્થામાં ગાલમેલ થતી અટકાવવા માટે સબંધિતોને જરૂરી દીશા નિર્દેશ આપશે અને લાલઆંખ કરશે તો ચોકકસથી પોર્ટમાં અંદર જ ચાલી રહેલા આ કોલસાના કાળા કારોબાર પર હાલતુરંત તો સીધો બ્રેક આવવા પામી જ જશે અને ટ્રાન્સપોર્ટરોને પણ તેનાથી મોટી રાહત થવા પામી જશે.
.......

Comments