Trending News
સ્થાનિક સમાચાર

કોઠારા તીર્થની ૧૬૫મી ધ્વજા પ્રસંગે ૧૦૦ ગામવાસીઓ માદરે વતન પધાર્યા

29 January



કોઠારા - કચ્છઉદય : કોઠારા શાંતિનાથજી જિનાલયની ૧૬૫મી વર્ષગાંઠ તા. ૩૦-૧ નાં પ. પૂ. મુનિરાજ હિતવર્ધનસાગરજી મ. સા., પ. પૂ. સા. જગતત્રયાશ્રીજી મ. સા.ની શુભપાવન નિશ્રામાં ઉજવાશે.
આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા મુંબઇ-દેશાવર-કચ્છભરમાંથી ૧૦૦ કોઠારાવાસીઓ માદરે વતન કોઠારા આવી પહોંચ્યા છે. મુંબઇ-દેશાવરથી પધારેલા મહેમાનોનું શ્રી કોઠારા જૈન મહાજનશ્રી દ્વારા વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવેલ.આ પ્રસંગે ત્રિયાન્હિકા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. મુખ્ય ધ્વજાનો લાભ માતુશ્રી વિજયાબેન ભોજરાજ ધરમશીં મસૂર પરિવારે લીધેલ છે. મુંબઇ-કોઠારા-મુંબઇ સંઘપતિ પરિવારનો લાભ માતુશ્રી  દેવકાંબાઇ નેણશીં ધરમશીપરિવાર મુલુંડ તથા માતુશ્રી લક્ષ્મીબાઇ વેલજી લોડાયા પરિવાર મુલુંડ હસ્તે કલ્પનાબેન સોમચંદ લોડાયા પરિવારે લીધેલ. હેમંતભાઇ અજાણી, દિનેશભાઇ અજાણી, પ્રવિણભાઇ લોડાયા, નિતીનભાઇ ધરમશી, મધુકાન્તભાઇ શાહ, વિરચંદભાઇ ધરમશી, પ્રતાપ ધરમશીં, સોમચંદભાઇ લોડાયા, અનીલ મોતા, ઝવેરચંદ ધરમશીં, દિલીપ લોડાયા, ખીરણ લોડાયા, મયુર લોડાયા, સર્વે આગેવાનો શ્રાવક-શ્રાવિકાઓ કોઠારા તીર્થે આવી પહોંચ્યા હતા. અઢાર અભિષેક તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવપૂર્વક યોજાયા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM