ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા રૂા.પ હજારનું દાન અપાયું
ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા માનવસેવાના કાર્યોમાં મદદરૂપ થવા માટે એલએનએમ લાયન્સ હોસ્પિટલને રૂા.પ હજારનું દાન અપાયું હતું. આ વેળાએ ઉપપ્રમુખ શારદાબેન ઠક્કર, ખજાનચી દીપાબેન પૂજારા, સહમંત્રી શીલાબેન માણેક, સલાહકાર જ્યોતિબેન પવાની હાજર રહ્યા હતા. દાનની રકમ હોસ્પિટલના લાયન વ્યોમા મહેતા દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે દાતાઓનો આભાર માન્યો હતો.
-------------

Comments