Trending News
સ્થાનિક સમાચાર

જુના કકરવા પાસે ઘાસચારાના મોટા ગોડાઉનમાં ૧ર કલાકથી ભીષણ આગ 

29 January


ભચાઉ, રાપર નગર પાલિકાની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચાલુ રખાયો

ભચાઉ  - કચ્છ ઉદય :  ભચાઉ તાલુકાના જૂના કકરવા પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ૧૨ કલાકથી વધુ સમયથી આગ યથાવત રહેતા મોટી નુકસાનીની ભીતિ સેવાઈ છે 
ભચાઉ તાલુકાના જૂના કકરવા વિસ્તારમાં આવેલ એક મોટા ગોડાઉનમાં ગાયના ઘાસ-ચારામાં તારીખ ૨૮/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે ૧૦.૫૫ વાગ્યે ભીષણ આગ લાગી હતી, જે બાબતે ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે જાણ થતાં ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીના મારાથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ગોડાઉનમાં ઘાસ-ચારાનું પ્રમાણ વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી પરિસ્થિતિની ગંભીરતા જોતા રાપર નગર ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી.
બન્ને ટીમો દ્વારા સતત પાણી મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં ૧૨ કલાકથી વધુ સમય વીતી ગયો છતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી અને આગ હજુ યથાવત છે, આ આગ બુઝાવવાની કામગીરીમાં ભચાઉ નગર પાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા, શક્તિ સિંહ, મયુર રામાનંદી તેમજ રાપર નગર ફાયર ટીમના કાનજીભાઈ ડોડીયા અને સંજયભાઈ ચૌહાણ જોડાયા હતા, જ્યારે આગના કારણે ગોડાઉનમાં સંગ્રહિત ઘાસ-ચારાનું ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી 
રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM