Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ : કાસેઝ પ્રશાસન CCTV  આપવામાં કેમ કરી રહ્યું છે વિલંબ ? : એમાં કયાં પ્રાઈવેસી લીક થશે..?

29 January



કાસેઝમાં યુનીટધારકો અથવા તો કોઈ પણ સંવેદનશીલ માહીતીઓ સાર્વજનિક ન થાય તે વાત સમજી શકાય તેમ છે, પરંતુ સોપારી ભરેલુ કન્ટેઈનર બહાર પગ કરી ગયુ છે, અને તે બાબતે યુનિટના કે ગેટના ફુટેજ પોલીસને આપવામાં કેમ થઈ રહ્યો છે અસહ્ય વિલંબ? 

રાજેશ ઉર્ફે કીર્તી, મહાદેવ -આનંદ તથા કસ્ટમના અમુક ભ્રષ્ટાચારીઓને નશ્યત કરાય તો જ કડક અને તટસ્થ કાર્યવાહી થઈ કહેવાશે, બાકી તો કાસેઝ પ્રશાસન અને પોલીસતંત્રએ કુલડીમાં જ ગોળ ભાંગી તપાસ પર પડદો પાડી દીધાનો ટ્રેડમાં જશે સંદેશ

કાસેઝ ડીસીશ્રીએ આ બાબતે ખુદ આગળ આવવુ જરૂરી, કસ્ટમ ડીસી પોલીસતંત્રને સીસીટીવી ફુટેજ ઝડપથી આપે ઉપરાંત જરૂરી તપાસમાં સહયોગ પણ દેશહિત માટે ત્વિરત આપે તેવી સુચનાઓ દેવી જોઈએ : જાણકારોનો ઈશારો



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ચીરાગ કોરડીયાની ટીમએ જાગૃતી દાખવી અને જે રીતે ભચાઉ પાસે દાણચોરીયુકત સિગારેટનો ન માત્ર જથ્થો જ પકડી પાડયો છે બલ્કે તેની સાથે સંકળાયેલા ૭ જેટલા શખ્સોની પણ ધરપકડ કરી અને જેલના સળીયા ગણતા કરી દીધા છે. પોલીસતંત્રની આ મુજબની જાગૃતી-સતર્કતા સરાહનીય જ કહેવાય, પરંતુ હવે સોપારીવાળુ કન્ટેઈનર મુંદરાથી નીકળી અને  જે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં ગયુ અને ત્યાથી બહાર નીકળ્યાના સંકેતો મળી રહ્યા છે ત્યાં એક યા બીજા કારણોસર તપાસ ઠંડી પડી રહી હોય તેવો વર્તારો જેાવાઈ રહ્યો છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ઝડપાયેલુ ટ્રેઈલર કાસેઝથી નીકળ્યુ, કેવી રીતે? કયા યુનિટમાથી બહાર આવ્યુ? આ કન્ટેઈનર વિદેશી છે એ તો ડોકયુમેન્ટસ પરથી નકકી જ છે, તો પછી તે ડોમેસ્ટીક એટલે કે ભચાઉ સુધી પહોચ્યુ કેવી રીતે? કોની મીલીભગત કે બેદરકારી અહી રહેવા પામ છે? આ તમામ તથા કયા યુનિટધારકે આ રીતે કરોડોની સોપારી ડયુટીચોરીને અંજામ આપ્યો છે ત્યા સુધી તપાસનો રેલો લંબાતો અટકાવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી રીતે પોલીસતંત્રએ લેખિતમાં જ સીસીટીવી ફુટેજની માંગણી કરી દીધી હોવા ઉપરાંત પણ આજે ૧પ દીવસથી વધુ આ ઘટનાને થયા ઉપરાંત સીસીટીવી આપવામાં આવતા ન હોવાની સ્થિતી સર્જાયેલી છે અને તેના લીધે જ આગળની તપાસ પર બ્રેક લાગેલો છે.આ સમયે જાણકારો કહી રહ્યા છે કે, કાસેઝ પ્રશાસન અથવા તો પછી કસ્ટમતંત્ર સીસીટીવી કયા આધારે વિલંબ કરી રહ્યા છે આપવામાં? આમાથી કઈ એવી ખાનગી તથા કોઈના દેશહિતની માહીતીઓ લીક થવા પામી જાય તેમ છે? જે યુનિટ સુધી રેલો લંબાયો છે તેના સીસીટીવી ફુટેજ આપવાની જ વાત હતી? હવે આટલો લાંબો સમય વીતી ગયા બાદ સીસીટીવી ફુટેજ આપવામાં આવશે તો સવાલો નહી ઉઠે? ઝોનના કસ્ટમના અપ્રેઈઝર કક્ષાના ભ્રષ્ટતત્વોને બચાવવા તથા સબંધિત યુનિટને બચાવવા માટે પણ સીસીટીવી ફુટેજમાં ચેડા નહી થઈ ગયા હોય તેની પણ શું ખાત્રી? હકીકતમાંં કાસેઝથી જ કન્ટેઈનર નીકળ્યુ હોય તો જે-તે યુનિટધારકની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ, કસ્ટમના પ્ાણ ભ્રષ્ટ તત્વોની જેની પણ સંડોવણી સામે આવે તેની સામે પણ નશ્યત કરતી કાર્યવાહી કરવી જોઈએ તે જ સમયનો તકાજો બની 
રહયો છે.

Comments

COMMENT / REPLY FROM