હવે મુન્દ્રા સર્કલની ઝુપડપટ્ટીમાંથી ગાંજો પકડાયો
આદિપુર પોલીસે યુવાનની અટક કરી
ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છમાં ડ્રગ્સની બદીને ડામવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગતરોજ બી-ડિવિઝન પોલીસે કાર્ગો આંબેડકર નગર વિસ્તારમાં કરિયાણાના દુકાનમાં ગાંજા વેચતા શખ્સને ઝડપી લીધો હતો. જે બાદ હવે મુન્દ્રા સર્કલની ઝુપડપટ્ટીઓમાં ગાંજો પકડાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આદિપુર પોલીસે મુન્દ્રા સર્કલની ઝુપડપટ્ટીમાં રહેતા રવી મુન્ના દેવીપુજકના ઝુપડામાં તપાસ કરતા ર૪૬.૮ર૦ ગ્રામ ગાંજો કિંમત રૂા. ર૪૬૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મોબાઈલ, રોકડ મળી ૧૪,૬૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગાંજા સાથે અટકાયત કરી એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે મહત્ત્વનું છે કે, ગાંધીધામ સંકુલમાં પરપ્રાંતિય વસ્તી વધી રહી છે. ખાસ કરીને ઓરિસ્સા સહિતના વિસ્તારોમાંથી ટ્રેન મારફતે ગાંજો લાવી છુટક વેચાણ કરવામાં આવે છે. અવાર-નવાર આ પ્રમાણે પોલીસ નશીલા પદાર્થ કબજે કરવામાં આવે છે.

Comments