સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પ્રેક્ટિકલ તાલીમ સાથે નેશનલ વર્કશોપની પુર્ણાહુતી
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચેરી યુનિવર્સિટીમાં એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્શ્યૂમેન્ટેશન વિષય પર સપ્તાકીય રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકતાથી આનંદ ગુંજોટીકર અને પ્રમોદભાઈ કે જેઓ જાપાનની કંપની જીઓલ કે જે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાધન બનાવે છે. એનર્જી ડિસ્પર્સીવ એકસરે કે જે યુનાઇટેડ કીંગ્ડમની કંપની ઓક્સફર્ડ દ્વારા બનવવામાં આવે છે તેની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એક પ્રકાર છે, જે ઇલેક્ટ્રોનના કેન્દ્રિત બીમથી સપાટીને સ્કેન કરીને નમૂનાની છબીઓ બનાવે છે. ઇલેક્ટ્રોન નમૂનામાં પરમાણુઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, વિવિધ સંકેતો ઉત્પન્ન કરે છે જેમાં સપાટીની ટોપોગ્રાફી અને રચના વિશે માહિતી હોય છે. ઇલેક્ટ્રોન બીમને રાસ્ટર સ્કેન પેટર્નમાં સ્કેન કરવામાં આવે છે, અને બીમની સ્થિતિને શોધાયેલ સિગ્નલની તીવ્રતા સાથે જોડીને છબી બનાવવામાં આવે છે. એસઈએમ - ઈડીએસ સાધન કચ્છ વિસ્તારમાં યુનિવર્સિટીમાં છે. જેમાં ખુબ જ સારા રિસેર્ચ વર્ક કરી શકાય છે. મેહર ટેક્નોલીમાંથી કૃષ્ણદાસ પાટીલ ચીફ એક્સએક્યુટિવે ઓફિસર દ્વારા અલ્ટ્રા પ્યોર વોટર પ્યુરીફિકેશન સિસ્ટમ વિથ રિસ્પેક્ટ તો ડિફરેન્ટ એપ્લિકેશન્સ વગેરેની માહિતી આપી હતી. પ્રોસેસ ઇક્વિપમેન્ટ’સ ઈ.જી, બાયોરિએક્ટર્સ, લાયોફિલાયઝર, હોમોજિનિઝર અને સસ્પેનશન ઉપર માહીતે આપી હતી .
પૂર્ણાહૂતિમાં ગાઈડ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. વી. વિજયકુમાર ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા વર્કશોપ આયોજન બદલ શુભેચ્છા આપી હતી. ડો વિજયકુમાર રામના જણાવ્યા પ્રમાણે વર્કશોપમાં દુનિયાની ખુબ જ જાણીતી અને માન્ય કંપનીઓ જાપાન, સ્વિઝર્લેન્ડ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર વગેરે દેશોમાંથી આવે છે. ૨૭ એક્સપર્ટસ કે જેઓ દેશ અને દુનિયાની બધી જ કામની અને રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે તેઓના દ્વારા થિયરી અને પ્રેકટીકલ સેશન્સ લેવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીમાં ૩૦થી વધુ ઇન્સ્ટિટ્યૂટે અને કંપનીઓમાંથી આવેલ પાર્ટીસિપેન્ટ્સને એક જ પ્લેટફોર્મ ઉપર દુનિયા મોટાભાગની સારી કંપનીઓનું માર્ગદર્શન મળેલ છે જે ખુબ જ જરૂરી બાબત છે.
-----

Comments