Trending News
સ્થાનિક સમાચાર

સંસ્કાર ભારતી દ્વારા ભારત માતાનું પૂજન કરાયું

28 January



ભુજ - કચ્છઉદય : ૭૭માં ગણતંત્ર દિવસ નિમિત્તે સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિ તથા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી વૃક્ષમિત્ર સંગીત સમિતિના સંયુક્ત ઉપક્રમે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી વૃક્ષ મિત્ર ગાર્ડન, પ્રમુખસ્વામી નગર, ભુજ મધ્યે ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમના પ્રારંભમાં વૃક્ષમિત્ર સંગીત સમિતિના મહામંત્રી સચીનભાઈ ઉપાધ્યાય દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્કારભારતી પ્રાંતના સહમહામંત્રી પંકજ ઝાલા દ્વારા સંસ્કાર ભારતીની કાર્યશૈલી અને ભારતમાતા પૂજનનું મહાત્મ્ય અને આપણે જે ધરતી પર રહીએ છીએ એ આપણી ભારત માતા પ્રત્યેનું ઋણ અર્પણ કરવું મુખ્ય ઉદેશ હોવો જોઈએ જે અલગ અલગ માધ્યમથી કરી શકાય જેમ કે સ્વચ્છતા,વૃક્ષારોપણ વગેરે તો એ વાતને દયાને રાખીને આ વખતે જે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું એ માટે એમણે કચ્છ જિલ્લા સમિતિનો ખાસ ઉલેખ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં એમના તરફથી સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એ સંદર્ભે પંચ પરિવર્તન અને આપણી નાગરિક તરીકે ની ફરજો અને કર્તવ્ય વિશે પણ માહિતી આપી હતી.
બંને સમિતિ દ્વારા આરતી ઉતારીને ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે ડો.શ્યામા પ્રસાદ વૃક્ષ મિત્ર સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. એમેણે સંઘની કાર્ય પદ્ધતિ વિશે જણાવીને રાષ્ટ્ર હિત માટે કામ કરતા રહેવું એવું જણાવીને વૃક્ષમિત્ર સંસ્થા સાથે સહભાગી થવા બદલ સંસ્કાર ભારતીનો ખાસ આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લા સમિતિ અધ્યક્ષ પ્રકાશ ગોસ્વામી, મહામંત્રી ડો. રિશી જોશી, કોષાધ્યક્ષ પિનાંક જોબનપુત્રા, નાટ્ય કલા સંયોજક નરેન્દ્રપુરી ગોસ્વામી તથા સંસ્કાર મિત્રોમાં આશુતોષભાઈ મહેતા, રમેશભાઈ સોનપાર, રાજેશભાઈ દવે, પાર્થ મહેતા, પ્રીતિબેન ઝાલા, હર્ષદાબેન ચૌહાણ, પૂનમબેન ગોર, હંસાબેન ભીંડી તથા વૃક્ષમિત્ર સંગીત સમીતિ ના સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને વૃક્ષમિત્ર સંગીત સમિતિના મહામંત્રી સચીનભાઈ ઉપાધ્યાય અને અન્ય સભ્યોનો વિશેષ સહયોગ મળ્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM