મીઠાના દબાણો જે વખતે થયા, ત્યારે ડીપીએ - પ્રશાસન કયાં ગયું હતું? એન્જિનિયર રેડ્ડી જેવા મહાશયના કો’ક તો લ્યો ઉધડા!
તુણામાં ઘર્ષણની ઘટના વખતે પ્રબુદ્ધવર્ગનો તીખો ટોણો
ડીપીએ-કંડલા પોર્ટની કાર્યવાહી : દબાણ હટાવવાની ઝુંબેશ કે અમુક ભ્રષ્ટ તત્વોની ભૂતકાળની ભૂલો પર પડદો?
અંજાર-ગાંધીધામ-ભચાઉ વિસ્તારમાં મીઠાના હજારો એકરના દબાણો પર હવે કડક કાર્યવાહી, પરંતુ પ્રશ્નો ઊભા થાય છે :આ દબાણો બન્યા ત્યારે પ્રશાસન ક્યાં હતું? : દબાણ છે તે તો હટાવવા જોઈએ પણ માનવતા પણ રાખવી જોઈએ : જરૂર પડે તો એકબીજાને પરસ્પર સમજી-મધ્યસ્થીનો સરળ માર્ગ શોધવો જોઈએ
ગાંધીધામ : કંડલા (દીનદયાલ) પોર્ટ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિસ્તારની આસપાસ આવેલા મીઠાના દબાણો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ચાલી રહેલી આ ઝુંબેશ તુણા વિસ્તારમાં પહોંચતા ગઈકાલે કંડલા પોર્ટ પ્રશાસન અને કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયાની ચર્ચાઓ પણ સામે આવી છે. ઘટનાનું સાચું સત્ય તપાસ બાદ બહાર આવશે, પરંતુ હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આટલા મોટા પાયે થયેલા દબાણો રાતોરાત તો થયા નથી. સવાલ એ ઊભો થાય છે કે હજારો એકરમાં ફેલાયેલા મીઠાના દબાણો જ્યારે અંજાર, ગાંધીધામ અને ભચાઉ જેવા વિસ્તારોમાં ઉભા થઈ રહ્યા હતા, ત્યારે કંડલા
પોર્ટ પ્રશાસન, તેમનો એસ્ટેટ વિભાગ અને ચીફ એન્જિનિયર રવન્દ્ર રેડ્ડીસહિતના જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? શું તે સમયે કોઈ કાર્યવાહી કેમ ન થઈ? શું આ દબાણોની કોઈ જાણ જ નહોતી કે
પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? સ્થાનિક લોકોમાં એવી ચર્ચા પણ છે કે મીઠાના નગરો એક-બે દિવસમાં ઉભા થતા નથી. વર્ષો સુધી ચાલતી પ્રક્રિયામાં જો હજારો એકર જમીનમાં દબાણ થઈ જાય અને કંડલા પોર્ટના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તથા ચીફ એન્જિનિયર અંધારામાં હોવાનો દાવો કરવામાં આવે, તો તે વાત સહજ રીતે માન્ય થતી નથી.
નોંધનીય છે કે અગાઉ ગાંધીધામ વિસ્તારમાં એક પ્લોટમાં થયેલા દબાણ બાબતે પણ કાર્યવાહી વખતે ભારે હોબાળો થયો હતો અને બળપ્રયોગના વીડિયો વાયરલ થયા હતા. તે સમયે પણ દબાણ માટે પ્રશાસનની અંદરખાને સંડોવણી હોવાની ચર્ચા ઉઠી હતી. તે વખતે પણ વીડીયો વાયરલ થયો અને દબાણકારો કહી રહ્યા હતા કે અમે તો એસ્ટેટ વિભાગ, રેડ્ડી સાહેબને વહીવટ કર્યો છે, રકમ આપી છે પછી જ આ ચાયની દુકાનો અહી બનાવાઈ છે, હવે ફરીથી મીઠાના દબાણ મુદ્દે જે રીતે કાર્યવાહી શરૂ થઈ છે, તેનાથી ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી સહિતના અધિકારીઓની ભૂમિકા અંગે સવાલો ઉઠી રહ્યા છે—શું સીધી કે પરોક્ષ સંડોવણી હતી? સવાલ એ પણ છે કે જો દબાણો શરૂઆતમાં જ અટકાવવામાં આવ્યા હોત, તો આજે બળપ્રયોગ, ઘર્ષણ અને વિવાદની સ્થિતિ ઊભી થાત? આજે ઝુંબેશ ચલાવવાને બદલે સમયસર પગલાં લેવાયા હોત, તો સ્થિતિ વધુ યોગ્ય બની શકી હોત.આ સમગ્ર મામલે હવે માત્ર નાની કાર્યવાહીથી કામ નહીં ચાલે, પરંતુ ઉચ્ચ સ્તરે જવાબદારી નક્કી થવી જરૂરી બની ગઈ છે. ચર્ચા છે કે ચેરમેનશ્રી આ મુદ્દે ગંભીરતા દાખવી સ્વતંત્ર તપાસ કરાવે, અને એસ્ટેટ વિભાગના રવિન્દ્ર રેડ્ડી જેવાઓના જ કડક પુછાણાઓ લે તો જ સત્ય બહાર આવી શકે.
.........
સવાલોના મારાનો બોક્સ ??
• હજારો એકરના મીઠાના દબાણો રાતોરાત તો થયા નથી તો તે વખતે કંડલા પોર્ટ પ્રશાસન ક્યાં હતું? • એસ્ટેટ વિભાગ અને ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી જેવી જવાબદાર કચેરીઓને દબાણોની જાણ કેમ ન થઈ? • શું જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? • અગાઉ ગાંધીધામમાં થયેલા દબાણમાં જે રીતે બળપ્રયોગ થયો, તેમાંથી શું કોઈ પાઠ લેવામાં આવ્યો? • શું અધિકારીઓની સીધી કે પરોક્ષ સંડોવણીની નિષ્પક્ષ તપાસ થશે?
•જો શરૂઆતમાં જ કાર્યવાહી થઈ હોત, તો આજનો વિવાદ ટાળી શકાય તેમ ન હતો?
........
મીઠાના દબાણ દુર કરવા બાબતે સંવેદનાસભર વલણ
તંત્ર અપનાવે : ડીપીએ ચેરમેનશ્રીને કરાઈ રજુઆત
આગામી ૪ માસ સુધીનો સમય આપવાનુ આશ્વાસન ચેેરમેનશ્રી દ્વારા અપાયું છે : શ્રી શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા
ગાંધીધામ : ડીપીએ -કંડલા પ્રશાસન દ્વારા મીઠાના દબાણો દુર કરવાની જે કામગીરી હાથ ધરવામા આવી છે તેને લઈને અંજાર-ગાંધીધામ તથા ભચાઉ વિસ્તારના મીઠ્ઠાવાળાઓ દ્વારા આજ રોજ ડીપીએ-કંડલા પ્રશાસન તથા ચેરમેનશ્રીને રૂબરૂમાં મળી અને રજુઆત કરી છે. આવેદન આપ્યું છે. રોજગારી, આરોગ્ય, સહિતના વિગતવાર મુદાઓની તેમાં છણાવટ કરાઈ છે જેને વિગતવાર ચેરમેનશ્રીએ રૂબરૂમાં સાંભળી છે અને આ દબાણો સ્વૈચ્છાએ દુર કરવા માટે આગામી ચાર માસના સમયની મહેતલ આપવામાં આવશે તેવુ આશ્વાસન અપાયુ હોવાનુ મીઠાના અગ્રણીઓ શ્રી બચુભાઈ અને શ્રી શંભુભાઈએ મીડીયાની સાથે વાતચીત કરતા કહ્યુ હતુ.
લેખિતમાં અપાયેલી રજઅુાતમાં ચેરમેનશ્રીને જણાવાયું છે કે, કચ્છના અંજાર, ગાંધીધામ અને ભચાઉ દરિયાઈ પટ્ટી પર છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી હજારો અગરિયા
પરિવારો મીઠું પકવી
પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલમાં કંડલા પોર્ટ દ્વારા કોઈપણ પૂર્વ નોટિસ કે સર્વે વગર જે રીતે અગરો તોડવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે, તેનાથી રોજીરોટીનું સંકટ સર્જાશે. આ કાર્યવાહીથી પ્રત્યક્ષ રીતે ૧૦,૦૦૦ અગરિયા
પરિવારો અને પરોક્ષ રીતે ટ્રાન્સપોર્ટ, રેલવેઅને
એક્સપોર્ટ સાથે જોડાયેલા અંદાજિત ૫૦,૦૦૦ લોકો બેરોજગાર બનવાની ભીતિ છે. સિઝનનું રોકાણ, અત્યારે મીઠાના ઉત્પાદનની સિઝન મધ્યમાં છે. અગરિયાઓએ લાખો રૂપિયાનું રોકાણ કરીને ‘હાઈ ડિગ્રી બ્રાઈન’ (મીઠું બનાવવા માટેનું પાણી તૈયાર કર્યુ છે. અત્યારે અગરો તોડવાથી તૈયાર થયેલો કાચો માલ નાશ પામશે અને અગરિયાઓ
પાયમાલ થઈ જશે.
પોર્ટ દ્વારા આ દબાણ હટાવવા માટે રૂ. ૩૬ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જો અગરિયાઓને જુલાઈ-૨૦૨૬ સુધીની મુદત આપવામાં આવે, તો તેઓ પોતાની મશીનરીથી સ્વખર્ચેજમીન ખાલી કરી દેવાની બાંહેધરી આપે છે, જેનાથી સરકારની તિજોરીના નાણાં બચશે. આ જમીન પર કોઈ
પાકા સિમેન્ટના બાંધકામ નથી, માત્ર માટીના પાળા છે જેની ઉપયોગ રેવન્યુ વિભાગ દ્વારા ફાળવેલ જમીન સુધી દરિયાનું
પાણી પહોંચાડવા (ચેનલ તરીકે) કરવામાં આવે છે.
આ પ્રવૃત્તિ માછીમારીની જેમ જ એક કુદરતી પ્રક્રિયા છે. રાષ્ટ્રીય અછતની સંભાવનાઃ દેશની સોલ્ટ રિફાઇનરીઓ આ અગરો પર નિર્ભર છે. જો ઉત્પાદન અટકશે તો.દેશભરમાં રિફાઇન્ડ મીઠાની અછત સર્જાશે અને ગરીબોને રેશનિંગમાં મળતા મીઠાના પુરવઠાને પણ અસર થશે. આ રજુઆત સાથે માંગણી કરવામા આવી છે કે, ૧. હાલની તોડવાની કામગીરી તત્કાલ પ્રભાવથી સ્થગિત કરવામાં આવે. ૨. અગરિયાઓને ચાલુસિઝનનો પાક લેવા માટે જુલાઈ-૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવે. ૩. અગાઉની જેમ જ ૧૦-૧૦ એકરના પ્લોટ ઈ-ઓક્શન (લીઝ) દ્વારા ફાળવવાની
પારદર્શક નીતિ અમલમાં મૂકવામાં આવે. ૪. કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ગુજરાત સરકારના માપણી વિભાગ (ડ્ઢૈંન્ઇ) દ્વારા યોગ્ય સીમાંકન કરવામાં આવે. બચુભાઈ આહીર તથા શંભુભાઈ મ્યાત્રાએ મીડીયાની સાથે વાતચીત કરતા કહ્યુ છે કે, ચેરમેનશ્રીએ રજુઆતને ખુબજ શાંતીથી હકારાત્મક રીતે સાંભળી છે અને આગામી ચાર માસનો સમય સ્વૈચ્છાએ દબાણો દુર કરવા માટે આપવામાં આવશે તેવુ આશ્વાસન પણ આપ્યું હોવાનું ઉમેર્યુ હતુ. સિઝન પુરી ન થાય ત્યા સુધી દબાણ દુર કરવાનું કામ બંધ રહે, દબાણ હશે ત્યાં સોલ્ટ સંગઠન તે સ્વૈચ્છાએ છોડી દેશે. દરીયામાથી આવવાનુ પાણીની વ્યવસ્થા ડીપીએ સ્પષ્ટતા કરે તથા કયાંય પણ તોડફોડ કરે તો રેવેન્યુના અધિકારી છે તેમને સાથે રાખે તેવી રજુઆત કરવામાં આવી છે. ૧૦ એકરવાળા છે, તેઓને ડીપીએ-કંડલાની જમીનમાં કોઈને રસ નથી, તેઓ જમીન ખાલી કરી દેવા તૈયાર છે, માત્ર સિઝન પુરી થાય, તેટલો સમય આપવામા આવે તેવી રજુઆતો ચેરમેનશ્રીએ સારી રીતે સાંભળી અને આગામી ચાર માસ સુધી આ કામગીરી સ્થગિત રાખવાની ચેરમેનશ્રીએ આશ્વાન આપ્યુ છે. કચ્છ સ્મોલ સ્કેલ મીઠા
ઉત્પાદક એસોસિએશનના પ્રમુખ શ્રી બચુભાઈ આહિર અને સાથે અંજાર ગાંધીધામ ભચાઉ દરિયાઈ કાંઠા ના મીઠા અગરિયા દ્વારા રજૂઆત કરવામાં આવી.
.......

Comments