કચ્છના બંદરો પર ડિઝલ દાણચોરી : અમિત ગેંગ ના કાળા નાણાંની તપાસ અનિવાર્ય
ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના લે..કોઈ...સુનના લે..!
એમએચઓની આડમાં ડિઝલની કાળી કમાણીથી રીયલ એસ્ટેટમાં કરોડોથી વધુનું અમિત ટોળકીએ કર્યુ રોકોણ : ગાંધીધામ સમીપેના અતિ કીંમતી પોશ એરીયા શિણાય પટ્ટામાં અમિતના રોકાણથી રેસીડેન્સી-પ્લોટ નિર્માણની યોજનાઓમાં કોણ છે ગળાડુબ : અમિત પાસે આટઆટલા અ.ધ..ધ..નાણા આવ્યા કયાંથી?
આઈટી નહી દેશની સર્વોચ્ચ એન્ફોર્સમેન્ટ ડાયરેકટર જેવી એજન્સી ત્રાટકશે તો જ સત્ય બહાર આવશે
અમિતની સાથોસાથ જ બની બેઠેલા ભ્રષ્ટ પીઆઈની પણ બેનામી સંપત્તીઓની કરવી જોઈએ ચકાસણી ? આ ભ્રષ્ટ પીઆઈ બાયોડીઝલના સપ્લાયરની ભુમિકામાં રહેલા હોવાની છે ચર્ચા : એસીબી તેમના પર પણ વક્રદ્રષ્ટી કરે અને તપાસ કરશે તો મોટી સરકારી રકમનો દલ્લો મળશે
ગાંધીધામ : કચ્છના દરિયાઈ બંદરો પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ડિઝલ દાણચોરી (તસ્કરી) અને હેરાફેરીના કારણે એક ચોક્કસ એવી અમિત ગેંગે માઝા જ મુકી દીધી હોય તેવો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. કંડલા-મુંદરા- પીપાવાવ-હજીરા સહિતમાં આ અમિત ટોળકીનો કરોડોનો એમએચઓની આડમાં ડીઝલના બેનામી ધંધામાથી જ આ અમિત ટોળકીએ અત્યાર સુધી કેટકેટલી કાળી કમાણી કરી લીધી છે કે, હવે તે રીયલ એસ્ટેટમાં કરોડોની રકમનું રોકાણ કરી ચૂકોય હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, ગાંધીધામ તાલુકાના અતિ પોશ વિસ્તાર એવા શિણાયમાં અમિત ગેંગ દ્વારા અંદાજીત ર૦૦ કરોડનુ ભારેભરખમ રોકાણ કર્યુ છે. જો આ વાત સાચી હાયે તો ઈન્કમટેક્ષ વિભાગ માત્ર નહી પણ દેશની સૌથી મોટી એજન્સીઓ પૈકીની એક એવી એન્ફોર્સમેન્ટ ડીરેકટરે અમિતની તપાસ કરવી જરૂરી છે.
તેનું નાણાકીય સામ્રાજ્ય બેફામ રીતે ફૂલ્યુંફાલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પ્રમાણ એટલું મોટું છે કે તેના દ્વારા એકત્રિત કરાયેલા કાળા નાણાંનો ઉપયોગ હવે મોટા પાયે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કરવામાં આવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. અત્યંત ગંભીર બાબત એ છે કે, ગાંધીધામ શહેર નજીક આવેલ અતિ પોશ વિસ્તારમાં આ અમિત ગેંગ દ્વારા અંદાજિત ૧૫૦ થી ૨૦૦ કરોડ રૂપિયાના માતબર રોકાણ સાથે એક મહાકાય ટાઉનશીપ (વિશાળ આવાસ યોજના)નું નિર્માણ થઈ રહ્યું છે. આ રોકાણનું કદ અને પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે આ નાણાંનો સ્ત્રોત કાયદેસર આવકમાંથી નહીં, પરંતુ ડીઝલની તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી આવેલ કાળું નાણું જ હોવું જોઈએ.જાહેર જનતામાં અને વેપારી આલમમાં એવી સવાલો ઉઠી રહ્યા છે કે, એક ડિઝલ ચોર તરીકે જાણીતા વ્યક્તિ પાસે રિયલ એસ્ટેટના આટલા મોટા પ્રોજેક્ટમાં ૨૦૦ કરોડનું રોકાણ કરવા માટેની રકમ ક્યાંથી ઉપલબ્ધ થઈ? આ પ્રવૃત્તિઓ રાજ્યના આર્થિક માળખાને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે અને સરકારની તિજોરીને પણ મોટો ફટકો મારી રહી છે. આ સંજોગોમાં, આવકવેરા વિભાગ (INCOME TAX DEPARMENT), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ), અને અન્ય સંબંધિત કેન્દ્રીય તથા રાજ્યની તપાસ એજન્સીઓ દ્વારા આ અમિત ગેંગની આવક, મિલકતો, અને નાણાકીય વ્યવહારોની સઘન અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. જો આ સામ્રાજ્યની તમામ આર્થિક કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો સરકારને મોટી રકમનો કર (ટેક્સ) અને દાણચોરી દ્વારા એકત્રિત થયેલું કાળું નાણું જપ્ત થવાથી માતબર લાભ થઈ શકે તેમ છે. આ
પગલું દાણચોરીના માફિયાઓને કાયદાનો ડર બતાવવા માટે અને કાળા નાણાંના વ્યવહારો પર અંકુશ લાવવા માટે સમયની માંગ છે.

Comments